08 August, 2022 05:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘જુગ જુગ જિયો ફિલ્મની ટીમનું ગેટ-ટુગેધર
‘જુગ જુગ જિયો’ની સીક્વલની તૈયારી ચાલી રહી છે એવું લાગી રહ્યું છે. તાજેતરમાં અનિલ કપૂર, નીતુ સિંહ, કિયારા અડવાણી, વરુણ ધવન, મનીષ પૉલ અને કરણ જોહર સાથે ફિલ્મની ટીમનું ગેટ-ટુગેધર હતું. કરણ જોહરે આ ફિલ્મ પ્રોડ્યુસ અને રાજ મહેતાએ ડિરેક્ટ કરી હતી. આ પારિવારિક કૉમેડીની સીક્વલ કદાચ બની શકે છે. આ વર્ષે ૨૪ જૂને આ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ગેટ-ટુગેધરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કિયારાએ કૅપ્શન આપી હતી, ‘અમારી ફિલ્મ ‘જુગ જુગ જિયો’ને અપાર પ્રેમ આપવા બદલ ખૂબ આભાર. રાજ મહેતા, શું સીક્વલ આવવાની છે?’
ફોટો ઇન્સ્ટા પર શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી, ‘તમે આપેલા પ્રેમ બદલ આભાર, આપ સબ જુગ જુગ જિયો.’