સ્ટુડન્ટ ઑફ ધ યર ૨ની ટીમ સાથે ડાન્સ કર્યો વિલ સ્મિથે

05 April, 2019 09:09 AM IST  |  મુંબઈ

સ્ટુડન્ટ ઑફ ધ યર ૨ની ટીમ સાથે ડાન્સ કર્યો વિલ સ્મિથે

વિલ સ્મિથ તેના ફેસબુક શો ‘બકેટ લિસ્ટ’ માટે ઇન્ડિયા આવ્યો હતો. તેના ‘બકેટ લિસ્ટ’માં બૉૅલીવુડના ડાન્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ શોને ફેસબુક પર રિલીઝ કરવામાં આવ્યો છે. આ શોમાં તે રણવીર સિંહ, કરણ જોહર અને ‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’ની ટીમને મળ્યો હતો. આ વિડિયોમાં તે ટાઇગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાન્ડે સાથે ‘રાધા તેરી ચુનરી’ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડિયો શૅર કરીને કરણ જોહરે ટ્વીટ કર્યું હતું કે ‘મારા ફ્રેન્ડ વિલ સ્મિથે તેના ‘બકેટ લિસ્ટ’માં બૉલીવુડનું ટિક માર્ક કરી દીધું છે. આ ખૂબ જ એન્ટરટેઇનિંગ વિડિયો છે. વિલ સ્મિથ ખૂબ જ દિલદાર અને ક્યુરિયસ વ્યક્તિ છે. રણવીર સિંહ અને ‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’ની ટીમ માટે આ વિડિયો જુઓ.’

આ પણ વાંચોઃ જાણો બોલીવુડના બાગીનું ગુજરાતી કનેક્શન

will smith bollywood tiger shroff