શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની જોડી ફરી જોવા મળશે?

14 September, 2020 08:33 PM IST  |  Mumbai | Mumbai Correspondent

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની જોડી ફરી જોવા મળશે?

શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણ

તામિલ ફિલ્મમેકર ઍટલીની ફિલ્મમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ જોવા મળશે એવી શક્યતા છે. દીપિકાએ ૨૦૦૭માં આવેલી ‘ઓમ શાંતિ ઓમ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં પણ તેની સાથે શાહરુખ ખાન હતો. ત્યાર બાદ બન્નેએ ૨૦૧૩માં આવેલી ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને ૨૦૧૪માં આવેલી ‘હૅપી ન્યુ યર’માં સાથે કામ કર્યું હતું. એવામાં જો તેઓ ઍટલીની ‘સનકી’માં સાથે કામ કરશે તો તેમના ફૅન્સ માટે આ એક ગિફ્ટ જ કહેવાશે. આ અગાઉ પણ એવા સમાચાર હતા કે શાહરુખ અને ઍટલી સાથે કામ કરવાના છે. જોકે ચોક્કસ માહિતી મળી શકી નહોતી. હવે દીપિકા પણ આ ફિલ્મમાં જોવા મળશે એવી ચર્ચા છે. ઍટલીએ તામિલમાં અનેક હિટ ફિલ્મો બનાવી છે. ‘સનકી’ દ્વારા તો ઍટલી પણ બૉલીવુડમાં એન્ટ્રી કરશે. આ એક કૉમેડી-ડ્રામા અને ઍક્શનથી ભરપૂર ફિલ્મ હશે.

bollywood bollywood news bollywood gossips entertainment news deepika padukone Shah Rukh Khan