શાહરુખ ખાન અને આલિયા ભટ્ટ ફરી સાથે જોવા મળશે?

29 March, 2020 02:23 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

શાહરુખ ખાન અને આલિયા ભટ્ટ ફરી સાથે જોવા મળશે?

આલિયા ભટ્ટ (ફાઇલ ફોટો)

સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મમાં શાહરુખ ખાન અને આલિયા ભટ્ટ જોવા મળે એવી શક્યતા છે. આ અગાઉ આ બન્નેએ ગૌરી શિંદેની ‘ડિયર ઝિંદગી’માં સાથે કામ કર્યું હતું. સિદ્ધાર્થ આનંદની છેલ્લી ફિલ્મ ‘વોર’ હતી, જેમાં હૃતિક રોશન અને ટાઇગર શ્રોફે કામ કર્યું હતું. શાહરુખે ૨૦૧૮માં આવેલી ‘ઝીરો’ બાદ અન્ય કોઈ ફિલ્મમાં કામ નથી કર્યું. તેના ફૅન્સ રાહ જોઈ રહ્યા છે કે શાહરુખ તેની ફિલ્મની જાહેરાત કરે.

bollywood bollywood news bollywood gossips alia bhatt Shah Rukh Khan