શું પ્રિયંકા ચોપરા સાથે બોલીવુડ ફિલ્મમાં નજર આવશે નિક જોનસ? જાણો અહીં

08 October, 2019 03:57 PM IST  |  મુંબઈ

શું પ્રિયંકા ચોપરા સાથે બોલીવુડ ફિલ્મમાં નજર આવશે નિક જોનસ? જાણો અહીં

પ્રિયંકા અને નિક

બોલીવુડથી લઈને હોલીવુડ સુધી લોકપ્રિયતા મેળવ્યા બાદ પ્રિયંકા ચોપરા જલ્દી જ ફિલ્મ ધ સ્કાઈ ઇઝ પિંકમાં નજર આવવાની છે. આ ફિલ્મથી પ્રિયંકા ચોપરા 3 વર્ષ બાદ કમબેક કરી રહી છે. હાલમાં પ્રિયંકા પોતાની ફિલ્મના પ્રમોશનમાં લાગેલી છે, જ્યાં તેમણે નિક જોનસના બોલીવુડ ડેબ્યૂ પરના સવાલ પર સારો જવાબ આપ્યો છે.

બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકાએ હાલમાં જ બોલીવુડ લાઈફ સાથેની વાતચીત દરમિયાન અનેક સવાલોના જવાબ આપ્યા. જ્યારે પ્રિયંકાને પુછવામાં આવ્યું કે શું નિક જોનાસ પણ તેમની સાથે કોઈ બોલીવુડ ફિલ્મમાં કામ કરવા માંગશે. જેના જવાબમાં પ્રિયંકાએ કહ્યું કે મને બિલકુલ અંદાજ નથી. એના માટે નિકે હિંદી શીખવું પડશે જે નિક માટે મુશ્કેલ છે.

આગળ જ્યારે તેમને પુછવામાં આવ્યો કે તે હિન્દી ગીતો પર ડાન્સ કરે છે. તો પ્રિયંકાએ જણાવ્યું કે તેમને હિન્દી ગીતો પસંદ છે, તે હિન્દી ગીતો પર માથું હલાવીને ડાન્સ કરે છે. મને એવું લાગે છે કે તેમને મારી સાથે રહીને ઈન્ડિયા સાથે પ્રેમ થઈ ગયો છે. તેમને ભારતીય ભોજન,સંસ્કૃતિ બધું જ પસંદ છે. હાલમાં જ નિક જોનસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં નિક જોનસ હિન્દી ગીત હૌલી-હૌલી પર ઠુમકા લગાવતા નજર આવી રહ્યું છે.

આ પણ જુઓઃ શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!

તમને જણાવી દઈએ કે શોનાલી બોસ નિર્દેશિત ફિલ્મ ધ સ્કાઈ ઇઝ પિંક 11 ઑક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાની સાથે ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત શરાફ મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મનું પ્રીમિયર હાલમાં જ ટોરેન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રાખવામાં આવ્યું છે.

priyanka chopra Nick Jonas