બધું કામ પડતું મૂકીને સોનાક્ષીનાં લગ્ન અટેન્ડ કરશે હની સિંહ

16 June, 2024 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનાક્ષી ૨૩ જૂને ઝહીર ઇકબાલ સાથે મુંબઈમાં લગ્ન કરવાની છે

હની સિંહ

રૅપર હની સિંહ અને સોનાક્ષી સિંહા બેસ્ટ ફ્રેન્ડ છે. સોનાક્ષી ૨૩ જૂને ઝહીર ઇકબાલ સાથે મુંબઈમાં લગ્ન કરવાની છે. તેનાં લગ્નમાં હની સિંહ હાજરી આપવા માટે બધું કામ પડતું મૂકીને લંડનથી મુંબઈ આવી જશે. એ વિશે ઇન્સ્ટાસ્ટોરી પર હની સિંહે લખ્યું છે કે ‘હું લંડનમાં ગીતનું શૂટિંગ કરી રહ્યો છું, પરંતુ એક વાતની ખાતરી આપીશ કે મારી બેસ્ટ ફ્રેન્ડ સોનાક્ષીનાં લગ્નમાં હું હાજરી આપી શકું. તેણે મારી કરીઅરમાં મને ઘણો સપોર્ટ કર્યો છે અને લાઇફમાં અનેક વખત તેણે મારી મદદ કરી છે. પાવર કપલ સોના અને ઝહીરને ઘણી શુભેચ્છાઓ. ભોલેનાથ તેમને આશીર્વાદ આપે.’

 હું સોનાક્ષીને શુભેચ્છા આપું છું. ખૂબ જ સુંદર ઇન્વાઇટ મોકલ્યું છે તેણે. તે નાની હતી ત્યારથી તેને ઓળખું છું, તેની જર્ની મેં જોઈ છે. ભગવાન તેને ખુશ રાખે. તે ખૂબ પ્રેમાળ છે. ઝહીર યાદ રખના બહોત પ્યારી બચ્ચી હૈ, બહોત પ્રેશિયસ હૈ હમ સબકો. પ્લીઝ તેને ખુશ રાખજે. -પૂનમ ઢિલ્લોં

yo yo honey singh sonakshi sinha celebrity wedding poonam dhillon entertainment news bollywood bollywood news