દોસ્તાના 2 બાદ કાર્તિક ફરીથી કરણ જોહર સાથે કામ કરશે?

15 March, 2020 03:39 PM IST  |  Mumbai Desk

દોસ્તાના 2 બાદ કાર્તિક ફરીથી કરણ જોહર સાથે કામ કરશે?

કરણ જોહર

‘દોસ્તાના 2’ બાદ કાર્તિક આર્યન ફરીથી કરણ જોહર સાથે કામ કરે એવી શક્યતા છે. વરુણ ધવન સાથેની ‘મિસ્ટર લેલે’ અભરાઈએ ચડાવી દીધા બાદ ડિરેક્ટર શશાંક ખૈતાન એક લવ સ્ટોરી પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરશે. ફિલ્મની સ્ટોરી કાર્તિકને પસંદ પડતાં તેણે ફિલ્મ કરવા માટે હા પાડી હોય એવી ચર્ચા છે. શશાંક પાસે પહેલેથી જ ફિલ્મની સ્ટોરી તૈયાર હતી. એથી નવી સ્ટોરી પર કામ કરવાને બદલે તેણે આ લવ સ્ટોરી પર કામ કરવાનું નક્કી કર્યું છે. તે પણ કાર્તિક સાથે કામ કરવા માટે આતુર છે. કાર્તિક હાલમાં ‘દોસ્તાના 2’માં બિઝી છે. આ ફિલ્મ પૂરી થયા બાદ કરણ જોહર સાથે કાર્તિક આ નવી ફિલ્મ પર કામ શરૂ કરે એવી ચર્ચા છે.

bollywood bollywood news kartik aaryan karan johar