અંગ્રેઝી મીડિયમ બાદ ચાઇનીઝ મીડિયમ લઈને આવશે દિનેશ વિજન?

12 March, 2020 02:59 PM IST  | 

અંગ્રેઝી મીડિયમ બાદ ચાઇનીઝ મીડિયમ લઈને આવશે દિનેશ વિજન?

દિનેશ વિજન

‘અંગ્રેઝી મીડિયમ’ બાદ પ્રોડ્યુસર દિનેશ વિજન ‘ચાઇનીઝ મીડિયમ’ લઈને આવે એવી શક્યતા છે. દિનેશ વિજનની ‘હિન્દી મીડિયમ’ને ચીનમાં ખૂબ સફળતા મળી હતી. શુક્રવારે રિલીઝ થઈ રહેલી ‘અંગ્રેઝી મીડિયમ’ને પણ થોડા સમયમાં ચીનમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં ઇરફાન, રાધિકા મદન અને કરીના કપૂર ખાન જોવા મળશે. ‘ચાઇનીઝ મીડિયમ’ વિશે દિનેશ વિજને કહ્યું હતું કે ‘ચીનમાં ‘હિન્દી મીડિયમ’ રિલીઝ થયા બાદ એને સારો પ્રતિસાદ મળ્યો હતો. ‘અંગ્રેઝી મીડિયમ’ પણ ત્યાં થોડા મહિના બાદ હિટ સાબિત થશે. પહેલી ફિલ્મની રિલીઝ બાદ હું ત્યાં ચાર અઠવાડિયાં માટે રોકાયો હતો. હું જ્યારે એક રેસ્ટોરાંમાં જમી રહ્યો હતો એ વખતે એક વેઇટ્રેસે સાંભળ્યું હતું કે ‘હિન્દી મીડિયમ’ના પ્રોડ્યુસર અહીં આવ્યા છે. તે મારી પાસે દોડીને આવી અને મને કહ્યું હતું કે તેણે તેની દીકરીની સાથે આ ફિલ્મ જોઈ હતી અને એની સાથે કનેક્ટ પણ થઈ હતી. ચાઇનીઝ લોકો પૂરા વિશ્વમાં ફેલાયેલા છે. તેઓ પોતાનાં બાળકોને હાયર સ્ટડી માટે વિદેશમાં મોકલે છે. એ દરમ્યાન તેમને ભાષા સમજવાની તકલીફ પણ પડે છે. એથી મને વિચાર આવ્યો કે દુનિયાને હવે ‘ચાઇનીઝ મીડિયમ’ પણ દેખાડવી જોઈએ.’

dinesh vijan bollywood bollywood news entertainment news bollywood gossips