ઇન્ડિયન ઍર ફોર્સનો ઑફિસર બનશે અક્ષય?

22 June, 2022 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયકુમારે અગાઉ આર્મી અને નેવી ઑફિસરનો રોલ કર્યા બાદ હવે આગામી ફિલ્મમાં ઇન્ડિયન ઍર ફોર્સનો ઑફિસર બનશે એવી શકયતા છે.

અક્ષય કુમાર

અક્ષયકુમારે અગાઉ આર્મી અને નેવી ઑફિસરનો રોલ કર્યા બાદ હવે આગામી ફિલ્મમાં ઇન્ડિયન ઍર ફોર્સનો ઑફિસર બનશે એવી શકયતા છે. ‘સ્ત્રી’ના પ્રોડ્યુસર દિનેશ વિજન આ ફિલ્મ બનાવશે. સત્ય ઘટના પર આધારિત ઇન્ડિયન ઍર ફોર્સની સ્ટોરી રહેશે. કહેવાય છે કે આવતા વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે. હાલમાં પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. એનું ટાઇટલ નક્કી કરવાનું બાકી છે અને ફિલ્મને ૨૦૨૪માં રિલીઝ કરવામાં આવશે. અક્ષય પાસે હાલમાં ‘રક્ષાબંધન’, ‘રામ સેતુ’ અને ‘ઓહ માય ગૉડ 2’ જેવી ફિલ્મો છે. એવામાં એ જોવાનું રહેશે કે તે આવતા વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકશે કે નહીં. જોકે હજી સુધી મેકર્સે ફિલ્મના કલાકારોની જાહેરાત નથી કરી, પરંતુ શક્યતા એવી છે કે અક્ષયકુમાર આ ફિલ્મમાં જોવા મળશે. 

bollywood news akshay kumar