મને શું કામ શારીરિક અને માનિસક રીતે હેરાન કરવામાં આવે છે?: કંગના રનોટ

09 January, 2021 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને શું કામ શારીરિક અને માનિસક રીતે હેરાન કરવામાં આવે છે?: કંગના રનોટ

કંગના રનોટ

કંગના રનોટનું કહેવું છે કે તેને શારીરિક, માનિસક અને ઇમોશનલી શું કામ પરેશાન કરવામાં આવે છે. તેની બાંદરામાં આવેલી ઑફિસને બીએમસીએ ગેરકાયદે જણાવીને તોડફોડ કરી હતી. પોતાની કરવામાં આવતી કનડગતને લઈને એક વિડિયો ક્લ‌િપ ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘મેં જ્યારથી દેશના હિતમાં બોલવાનું શરૂ કર્યું છે ત્યારથી મારા પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. મારું શોષણ કરવામાં આવી રહ્યું છે. ગેરકાયદે ઢબે મારું ઘર તોડવામાં આવ્યું. ખેડૂતોના હિતમાં બોલવાથી મારા પર અનેક કેસ નાખવામાં આવી રહ્યા છે. મારી બહેન રંગોલીએ કોરોનાકાળમાં ડૉક્ટરો પર થઈ રહેલા હુમલાઓના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો તો તેના પર પણ કેસ કરવામાં આવ્યો. એમાં મારું નામ પણ સામેલ કરવામાં આવ્યું. સાથે જ મને દરરોજ પોલીસ ચોકી પર જઈને હાજરી લગાવવાનું કહેવામાં આવી રહ્યું છે. મને કોઈ જણાવી નથી રહ્યું કે કેવા પ્રકારની આ હાજરી છે એટલું જ નહીં, મને એમ પણ કહેવામાં આવ્યું છે કે મારી સાથે થઈ રહેલા અત્યાચાર વિશે કોઈને નથી કહેવાનું. એથી હું સુપ્રીમ કોર્ટને જ પૂછવા માગું છું કે આ કેવો યુગ છે કે જ્યાં મહિલાને જીવતી સળગાવવામાં આવે છે અને એ વિશે તે કોઈને ન કહી શકે. આવા પ્રકારના અત્યાચાર જગજાહેર છે. હું લોકોને એ કહેવા માગું છું કે જો રાષ્ટ્રવાદી અવાજને દબાવવામાં આવ્યો તો જે પ્રકારે ગુલામી દરમ્યાન લોહીનાં આંસુ વહાવ્યાં છે એ અત્યાચાર ફરીથી સહન કરવા પડશે. જય હિન્દ.’

entertainment news bollywood bollywood news bollywood gossips