07 July, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન, અરબાઝ ખાન
સલમાન ખાન તેના કેટલાક નિયમો માટે વિખ્યાત છે. તેના વિશેની એક બાબતની ચર્ચા બહુ થાય છે એ છે પડદા પર તેની નો કિસ પૉલિસી. રિપોર્ટ પ્રમાણે સલમાને ઘણી વખત ફિલ્મોમાં કિસ-સીન કરવાનો ઇનકાર કર્યો છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક વિડિયોમાં સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને જણાવ્યું છે કે સલમાન ખાન પડદા પર કિસ સીન કેમ નથી કરતો.
સલમાન એક વાર કપિલ શર્મા શોમાં આવ્યો હતો. તેની સાથે તેનો ભાઈ અરબાઝ ખાન પણ હતો. કપિલ શર્માએ અહીં સલમાનને પડદા પર કિસ ન કરવાના નિયમ વિશે પૂછ્યું હતું. આના પર સલમાન ખાને કહ્યું, ‘જુઓ, હું સ્ક્રીન પર કિસ નથી કરતો તો મને કોઈ ફરક પડતો નથી.’
સલમાનની આ વાત પર તેના ભાઈ અરબાઝ ખાને જવાબ આપ્યો. અરબાઝની પ્રતિક્રિયાએ દરેકને આશ્ચર્યચકિત કરી દીધા. અરબાઝ ખાને મજાક કરતાં કહ્યું, ‘તે ઑફ-સ્ક્રીન એટલી બધી કિસ કરી લે છે કે સ્ક્રીન પર કિસ કરવાની જરૂર જ નથી પડતી.’ અરબાઝની આ વાત પર બધા લોકો હસી પડ્યા હતા.
કેટલાક લોકોનું કહેવું છે કે સલમાને કિસને લઈને પોતાનો નિયમ ફિલ્મ ‘જીત’માં તોડ્યો હતો અને તેણે કરિશ્મા કપૂરને કિસ કરી હતી. જોકે કેટલાક લોકોનું કહેવું છે કે સલમાને તો કરિશ્માની દાઢી પર કિસ કરી હતી. આ રીતે તેનો ‘નો કિસ’ નિયમ નથી તૂટ્યો. ૨૦૧૭માં સલમાન ખાનને કહેવામાં આવ્યું હતું કે તે ફિલ્મ ‘ટાઇગર ઝિન્દા હૈ’માં કૅટરિના કૈફ સાથે એક કિસિંગ સીન કરે, પણ સલમાને ના પાડી દીધી હતી.