આ વાતને સાંભળતા જ ડરી ગયા હતા કપિલ દેવ

21 November, 2020 06:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ વાતને સાંભળતા જ ડરી ગયા હતા કપિલ દેવ

ફાઈલ ફોટો

ભારતને પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ અપાવનાર ટીમના કૅપ્ટન કપિલ દેવ ફિલ્મ ’83’ બનાવવાના પક્ષમાં ન હતા. ટીમ ઈન્ડિયાને પહેલો વર્લ્ડ કપ મેળવનારા પૂર્વ કેપ્ટને ફિલ્મ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યા હતા.

કપિલ દેવ અભિનેત્રી અને ટોક શોની હોસ્ટ નેહા ધૂપિયાના શો ‘નો ફિલ્ટર નેહા’ માં મહેમાન બનીને આવ્યા હતા. ફિલ્મ 83માં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા ભજવતો જોવા મળશે, જ્યારે દીપિકા પાદુકોણ રોમીનું પાત્ર ભજવતી નજરે પડશે.

61 વર્ષના કપિલે કહ્યું કે જ્યારે તેને ખબર પડી કે દીપિકા અને રણવીર મોટા પડદા પર તેની લાઇફ સ્ટોરીની ભૂમિકા ભજવશે, ત્યારે હું થોડો ડરી ગયો હતો. મને લાગ્યું કે તે એક અભિનેતા છે. તમે રમતની નકલ કરી રહ્યાં છો. જ્યારે મેં તેની સાથે સમય પસાર કર્યો ત્યારે મને આશ્ચર્ય થયું કે તેણે તેના પર કેટલો સમય પસાર કર્યો છે.

તેમણે ઉમેર્યું કે, ગયા વર્ષે જૂન-જુલાઈમાં તેણે ક્રિકેટના મેદાન પર લગભગ આઠ કલાક વિતાવ્યા હતા અને મને ડર લાગ્યો હતો. હું એમ કહેવા માંગુ છું કે તે ખુબ જ નાનો છે અને તેને નુકસાન ન થવું જોઈએ. હું તેની ચિંતા કરતો હતો. રણવીર સાત કે આઠ દિવસ મારી સાથે હતો. આ દરમિયાન, તેણે મારી સામે એક કેમેરો મૂક્યો અને મને પૂછ્યું કે હું કેવી રીતે વાત કરું છું, હું શું કરું છું અને હું કેવી રીતે ખાઉ-પીઉ છું.

શું રણવીરે ક્લાસિક નટરાજ શોટ કર્યો છે ..? જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે કપિલ દેવએ કહ્યું કે, ‘મને લાગે છે કે તેણે ખૂબ જ મહેનત કરી છે. મારે હવે જોવાનું છે. મેં ફોટોગ્રાફ્સ અને અન્ય વસ્તુઓ વિશે ઘણું જોયું છે. આ કેમેરામેન અને આ લોકો સારા છે. હું તેમનાથી ખૂબ દૂર હતો. અમે કહાની રૂપે અમારો પક્ષ મુક્યો બીજું કંઇ નહીં.

kapil dev ranveer singh bollywood bollywood gossips