કેમ ઑલ્ટરનેટ જૉબની શોધમાં છે અમિતાભ બચ્ચન?

10 August, 2020 10:51 AM IST  |  Mumbai Desk | Agencies

કેમ ઑલ્ટરનેટ જૉબની શોધમાં છે અમિતાભ બચ્ચન?

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને હાલમાં તેમના બ્લૉગ પર તેમની એક્સટેન્ડેડ ફૅમિલીને ઑલ્ટરનેટ જૉબ માટે કહ્યું હતું. કોરોના વાઇરસને પગલે મહારાષ્ટ્ર સરકારે ૬૫થી વધુ ઉંમરની વ્યક્તિ માટે શૂટિંગ પર બૅન લગાવ્યો હતો. જોકે આ કાયદા સામે બૉમ્બે હાઈ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા અને એ કાયદાને કાઢી નાખવા માટે કોર્ટે કહ્યું હતું. કોર્ટના ચુકાદા મુજબ આ ભેદભાવ હોવાથી ૬૫થી વધુ ઉંમરની વ્યક્તિને પણ શૂટિંગ કરવા માટે છૂટ આપવામાં આવે એવો ઑર્ડર આપવામાં આવ્યો હતો. જોકે આ વાતની કદાચ તેમને ખબર ન હોય અને તેમની ટીમ દ્વારા પણ અમિતાભ બચ્ચનને જણાવવામાં ન આવી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે તેમનાં ૬૫થી વધુ વર્ષ હોવાથી તેમને શૂટિંગ માટે પરવાનગી ન મળી હોવાથી તેમણે અન્ય કામ માટે વાત કરી છે. આ વિશે બિગ બીએ લખ્યું હતું કે ‘મારા દિમાગમાં ઘણી વાતોને લઈને ઍન્ગ્ઝાયટી છે. સરકારે કહ્યું હતું કે ૬૫ વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિ કામ નહીં કરી શકે. મારું પ્રોફેશન અને મારાં ૭૫ વર્ષ નકામાં ગયાં. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી દ્વારા આ વિશે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જોકે કોર્ટમાં અને કાયદાકીય બાબતમાં સમય લાગે છે અને એમાંથી શું બહાર આવે છે કોને ખબર. મારા માટે કોઈ ઑલ્ટરનેટ કામ છે? કોર્ટમાં બધું ઊંધુ થયું તો મારી એક્સટેન્ડેડ ફૅમિલી મને એ સજેસ્ટ કરી શકે છે.’

bollywood bollywood news bollywood gossips amitabh bachchan