03 August, 2024 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન
કાર્તિક આર્યને તેની પહેલી ફિલ્મના શૂટિંગ વિશે કોઈને જણાવ્યું નહોતું. કાર્તિકે ‘પ્યાર કા પંચનામા’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. આ વિશે વાત કરતાં કાર્તિક કહે છે, ‘મને ‘પ્યાર કા પંચનામા’ માટે જ્યારે પહેલી વાર કૉન્ટ્રૅક્ટ મળ્યો હતો ત્યારે મારા માટે એ ખૂબ જ મોટી વાત હતી. મેં ઘણાં વર્ષો સુધી સ્ટ્રગલ કરી હોવાથી મારા માટે એ એક મેડલ જેવો એહસાસ હતો. આ એક એવી ફિલ્મ હતી જેનું શૂટિંગ આખરે શરૂ થવા જઈ રહ્યું હતું. મને એ પહેલાં પણ ફિલ્મો મળી હતી, પરંતુ એ ક્યારેય બની જ નહીં. મારી ફૅમિલી સિવાય કોઈને ખબર નહોતી કે હું શૂટિંગ કરી રહ્યો છું, કારણ કે મને પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે બનશે કે નહીં. ફિલ્મનું ટ્રેલર જ્યારે રિલીઝ થયું ત્યારે મેં લોકોને કહેવાનું શરૂ કર્યું હતું.’
70,000 - પહેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ માટે આટલી ફી તેને મળી હતી.