શા માટે માફી માગવી પડી શાહરુખને?

23 June, 2022 05:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ ખાન સેટ પર મોડો પહોંચતાં તેણે સૌની માફી માગી લીધી હતી

શા માટે માફી માગવી પડી શાહરુખને

શાહરુખ ખાન સેટ પર મોડો પહોંચતાં તેણે સૌની માફી માગી લીધી હતી. તે એક ઍડ્વર્ટાઇઝના શૂટિંગ માટે જવાનો હતો, પરંતુ તે તેની આગામી ફિલ્મના શૂટિંગમાં મોડી રાત સુધી બિઝી હોવાથી બીજા દિવસે સેટ પર આવવામાં મોડું થઈ ગયું હતું. તેની આવી નમ્રતાને જોઈને સિનેમૅટોગ્રાફર લૉરેન્સ ડાકુન્હા ખૂબ પ્રભાવિત થયો હતો. શાહરુખ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને લૉરેન્સે કૅપ્શન આપી હતી, ‘શાહરુખ ખાન. મારી પહેલી ઍડ શૂટિંગ કિંગ ખાન સાથે હતું. તેની આગામી ફિલ્મ માટે તેણે આખી રાત શૂટિંગ કર્યું હોવાથી તે અમારા શેડ્યુલથી થોડો મોડો પહોંચ્યો હતો. જોકે મોડું થવાથી તેણે માફી માગી લીધી હતી. તે સન્માનજનક છે અને પ્રોફેશનલ છે. તે સેટ પર મજાક કરીને લોકોને હસાવે છે. અમારી પાસે તેના માટે સ્ટૅન્ડ-ઇન નહોતું. એથી તે સેટ પર બેસી ગયો અને મને પૂછ્યું હતું કે તે તેની લાઇન્સનું રિહર્સલ કરી રહ્યો છે તો તે તેની લાઇટિંગનું કામ કરી શકે છે. તે ટેક્નિશ્યન્સ અને ક્રૂને બધાને બરાબર ઓળખે છે. તે દરેકને તેમનાં નામથી બોલાવે છે. તે જ્યારે સેટ પર હાજર હોય તો વાતાવરણ ખુશનુમા હોય છે. શૂટિંગ જ્યારે પૂરું થઈ ગયું તો તેણે સૌની સાથે હાથ મિલાવ્યા. અમારા બધાની સાથે તેણે ફોટો પણ ક્લિક કર્યા હતા. તે જેન્ટલમૅન છે.’

bollywood news Shah Rukh Khan