આયુષમાન હુમાને ‘ચુમ્મા કુરેશી’ કહીને બોલાવે છે

15 September, 2022 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષમાન અને મેં એક મ્યુઝિક વિડિયોમાં સાથે કામ કર્યું હતું

હુમા કુરેશી

હુમા કુરેશીને ‘ચુમ્મા કુરેશી’ કહીને આયુષમાન ખુરાના બોલાવે છે. એક ઇન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું હતું કે તેને લોકો ‘ચુમ્મા કુરેશી’ કહીને બોલાવે છે અને આ નામ તેને કોણે આપ્યું? એનો જવાબ આપતાં હુમાએ કહ્યું કે ‘આયુષમાન અને મેં એક મ્યુઝિક વિડિયોમાં સાથે કામ કર્યું હતું. બાદમાં અમે ખૂબ સારા ફ્રેન્ડ્સ બની ગયાં હતાં. એ વખતે હું તેને ‘આયુષ-મૅન’ કહીને બોલાવતી હતી, જે ‘સુપર-મૅન’ જેવું લાગતું હતું. મીડિયા સાથે વાત કરતી વખતે તેણે મને ‘ચુમ્મા કુરેશી’ કહ્યું હતું અને ત્યારથી એ નામ પડી ગયું છે.’

entertainment news bollywood news bollywood bollywood gossips ayushmann khurrana huma qureshi