ઘરમાં નવજાત બાળક હોય તો કામ કરવું કોને ગમે છે? : સૈફ અલી ખાન

09 February, 2021 11:47 AM IST  |  Mumbai | Mumbai correspondent

ઘરમાં નવજાત બાળક હોય તો કામ કરવું કોને ગમે છે? : સૈફ અલી ખાન

ઘરમાં નવજાત બાળક હોય તો કામ કરવું કોને ગમે છે? : સૈફ અલી ખાન

સૈફ અલી ખાનનું કહેવું છે કે જો ઘરમાં નવજાત બાળક હોય તો કામ કરવું મુશ્કેલ બની જાય છે. કરીના કપૂર ખાન ટૂંક સમયમાં જ અન્ય એક બાળકની મમ્મી બનવાની છે. આ અગાઉ તેમને તૈમુર નામનો દીકરો છે. હાલમાં તો સૈફ અને કરીના તેમના આવનારા બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. સૈફ પૅટરનિટી બ્રેક પર છે. બાદમાં તે ‘આદિપુરુષ’નું શૂટિંગ શરૂ કરશે. બાળક વિશે સૈફે કહ્યું હતું કે ‘ઘરમાં જો નવજાત બાળક હોય તો કામ કરવું કોને ગમે? જો તમે તમારાં બાળકોને મોટાં થતાં ન જોઈ શકો તો એ મોટી ભૂલ છે. હું મારા કામમાંથી સમય કાઢી શકું છું. આ મારા માટે વિશેષ અધિકારવાળી પોઝિશન છે. નાઇન ટુ ફાઇવની જૉબ કરવાને બદલે એક ઍક્ટર તરીકે રહેવું મને ગમે છે. તમારો ધર્મ અને દૃષ્ટિકોણ જેવી દરેક બાબત તમારી કરીઅર પર આધાર રાખે છે.’

bollywood bollywood news bollywood ssips entertainment news saif ali kha