ગુજરાતમાં શૂટિંગ દરમિયાન વિકી કૌશલને અકસ્માત, ચહેરા પર આવ્યા ટાંકા

20 April, 2019 11:44 AM IST  |  અલંગ શિપ યાર્ડ

ગુજરાતમાં શૂટિંગ દરમિયાન વિકી કૌશલને અકસ્માત, ચહેરા પર આવ્યા ટાંકા

વિકી કૌશલ (ફાઇલ ફોટો)

બોલીવુડ અભિનેતા વિકી કૌશલ એક અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો છે. ગુજરાતમાં એક ફિલ્મની શૂટિંગ દરમિયાન તેના ચહેરા પર ગંભીર ઇજા થઇ છે. વિકી કૌશલ એક એક્શન સીક્વન્સની શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને ઇજા થઇ. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ બાબતની માહિતી પોતાના વેરિફાઇડ ટ્વિટર અકાઉન્ટથી ટ્વીટ કરીને આપી હતી. તરણે જણાવ્યું કે ભાનુ પ્રતાપ સિંહના નિર્દેશનમાં બનતી ફિલ્મની શૂટિંગ દરમિયાન વિકીના ચહેરા પર ઇજા થઇ છે અને તેને 13 ટાંકા લેવા પડ્યા.

મળતી માહિતી મુજબ વિકી કૌશલના એક એક્શન સિક્વન્સ શૂટ કરી રહ્યો હતો જ્યારે તેના પર દરવાજો પડ્યો. તેના ચહેરાનાં હાડકા(ચીકબોન)માં ફ્રેક્ચર આવ્યું. માહિતી પ્રમાણે આ અકસ્માત 18 અપ્રિલનો છે. ભાનુપ્રતાપની હૉરર ફિલ્મ માટે વિકી કૌશલ શૂટિંગ કરી રહ્યો હતો, એક જહાજ જે સમુદ્ર કિનારે ઊભો હતો. ફિલ્મની કાસ્ટ અને ક્રૂ છેલ્લા પાંચ દિવસથી ગુજરાતના શિપ બ્રેકિંગ યાર્ડમાં શૂટિંગ કરી રહી હતી.

કેવી રીતે થયો અકસ્માત?

જણાવીએ કે ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટો શિપ બ્રેકિંગ યાર્ડ છે. માહિતી મુજબ વિકી કૌશલે એક સીન શૂટ કરવાનો હતો જેમાં તેણે દોડીને દરવાજો ખોલવાનો હતો. ટેક્નિકલ ગરબડને કારણે આ દરવાજો વિકી કૌશલ પર જ પડ્યો. અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો.

આ પણ વાંચો : ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જરની ફેશન સ્ટાઇલને તમે પણ કરી શકો છો ફોલો

ક્યાં થઇ રહી છે સારવાર?

વિકી કૌશલને અકસ્માત બાદ ત્યાંના લોકલ હોસ્પિટલમાં બતાવવામાં આવ્યો જેના પછી તેને એરવેઝ દ્વારા મુંબઇ લાવવામાં આવ્યો. અત્યારે મુંબઇમાં વિકીની સારવાર થઇ રહી છે. ઇજાની ગંભીરતા અને તેના ચહેરો બરાબર થવાની કેટલી સંભાવના છેતે વિશે અત્યાર સુધી કોઇ જ સમાચાર નથી.

vicky kaushal bollywood gujarat bollywood gossips bollywood news