અફેર અને સેક્સ અંગે પ્રિયંકા ચોપરાનો કરણ જોહર સામે ખુલાસો, જાણો સીક્રેટ વાતો

14 December, 2022 04:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રિયંકા પોતાની વાતોને પાણીની જેમ ટ્રાન્સપૅરન્ટ અને સ્પષ્ટ રીતે દુનિયા સામે રજૂ કરે છે અને એમાં તે કોઈ શરમ અનુભવથી નથી.

પ્રિયંકા ચોપરા

વિ`દેશી ગર્લ પ્રિયંકા ચોપરા(Priyanka Chopra) તેના બિન્દાસ અને નિડર અંદાજ માટે જાણીતી છે. પ્રિયંકા પોતાની વાતોને પાણીની જેમ ટ્રાન્સપૅરન્ટ અને સ્પષ્ટ રીતે દુનિયા સામે રજૂ કરે છે અને એમાં તે કોઈ શરમ અનુભવથી નથી. પ્રિયંકા હંમેશા એક રિયલ સ્ટાર રહી છે, અફેરથી લઈ સેક્સ લાઈફ પર તે ખુલીને વાત કરતી જોવા મળી છે.

કૉફી વિથ કરણ ની સીઝન 5માંથી પ્રિયંકા ચોપરાનો એક વીડિયો વાયરલ થયો છે. જે હાલ ખુબ ચર્ચામાં છે. આ વીડિયોમાં દેશી ગર્લ પ્રિયંકા પોતાની જિંદગીના અનેક ખુલાસા કરતી જોવા મળે છે, જે જાણ્યા બાદ તમે પણ દંગી રહી જશો. કૉફી વિથ કરણના કૉફી શૉટ રાઉન્ડમાં કરણે પ્રિયંકાને ઘણા અંગત સવાલો કર્યા હતાં. પ્રિયંકાએ પણ દરેક સવાલનો પ્રમાણિકતાથી જવાબ આપ્યો હતો. તેણીએ કોઈ પણ શરમ વિના કેટલાય સિક્રેટ ખોલ્યા હતાં. 

આ પણ વાંચો: તાપસીને ‘કૉફી વિથ કરણ’માં શું કામ ઇન્વાઇટ નથી કરતો કરણ?

વાતચીત દરમિયાન કરણ જોહરે પ્રિયંકા ચોપરાને પૂછ્યું હતું કે બ્રેકઅપ બાદ તેણીએ ક્યારેય તેના એક્સને કિસ કરી છે? જેનો જવાબ પ્રિયંકાએ `હા` માં આપ્યો હતો. આટલું જ નહીં કરણના શૉમાં પ્રિયંકાને ફોન પર સેક્સ કરવાની પણ વાત કબૂલી હતી. 

કરણે પ્રિયંકાને પૂછ્યું હતું કે તેણીએ ક્યારેય હેડફોન સેક્સ કર્યુ છે? પ્રિયંકાએ આનો જવાબ પણ `હા` માં આપ્યો હતો.તો બીજી બાજુ કરણ પણ પોતાના ઈમોશન્સ પર કાબૂ ન મેળવી શક્યા. તેમણે પણ પોતાનું સીક્રેટ જણાવતાં કહ્યું કે મેં એક વાર ફોન સેક્સ કર્યુ, એ પણ ત્યારે જ્યારે બૅટરી ખતમ થવાની હતી, કારણ કે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો. 

આ પણ વાંચો:કંગના બાદ નવા વિવાદમાં જાવેદ અખ્તર, મુંબઈ કોર્ટે નોટિસ મોકલી કોર્ટમાં હાજર થવાનો આપ્યો આદેશ

કરણે આગળ પ્રિયંકાને પૂછ્યુ કે શું તેમણે ક્યારેય તેના પાર્ટનર સાથે શાવર લીધો છે? આના જવાબમાં પણ અભિનેત્રીએ `હા` પાડી હતી. જેના પર રિએક્શન આપતાં કરણે કહ્યું કે તે તો કેટલીય વાર આવું શાવર લઈ શકે છે.  આમ પ્રિયંકાએ કોફીના શૉમાં પોતાની અંગત બાબતોને લઈ અનેક ખુલાસા કર્યા હતાં.       

bollywood news priyanka chopra karan johar koffee with karan