જ્યારે આયુષ્માનને આઈબ્રોના કારણે થવું પડ્યું પરેશાન

28 June, 2019 12:27 PM IST  |  Mumbai

જ્યારે આયુષ્માનને આઈબ્રોના કારણે થવું પડ્યું પરેશાન

અભિનેતા આયુષ્માન ખુરાના

Mumbai : બોલીવુડ સ્ટાર આયુષ્માન ખુરાનાનું નામ અત્યારે તમામ બોલીવુડ સ્ટાર અને તેના ચાહકોમાં લેવાઇ રહ્યું છે. ત્યારે પોતાની ફિલ્મ આર્ટિકલ 15ના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શોમાં પહોંચેલા આયુષ્માન ખુરાનાએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા. અને એમાંથી એક તો તેની આઈબ્રોને લઈને છે.


આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ 15 સિનેમાઘરોમાં આવી ચુકી છે. ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારથી જ તે ચર્ચામાં રહી છે. ફિલ્મનું પ્રમોશન કરવા માટે આયુષ્માન કપિલ શર્મા શોમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેટલાક દિલચસ્પ ખુલાસા કર્યા છે. આ એપિસોડ જલ્દી જ પ્રસારિત છે.

આયુષ્માને ફિલ્મના શુટીંગ દરમ્યાન પોતાના અનુભવો શેર કર્યા
કપિલ શર્માએ આયુષ્માનને તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ઘણા સવાલો કર્યા. પોતાના ફિલ્મની સફરને લઈને કરવામાં આવેલા સવાલના જવાબમાં આયુષ્માનને એક રહસ્ય ખોલ્યું છે. કપિલે આયુષ્યમાનને પુછ્યું હતું કે શું તેમના સંઘર્ષના દિવસોમાં તેણે હેર કટિંગ વાળાને આઈબ્રો કરાવવાના પૈસા અલગથી આપ્યા છે. જેના જવાબમાં આયુષ્માને કહ્યું કે મને સંઘર્ષના દિવસોમાં ઑડિશન સમયે કાસ્ટિંગ ડાયરેક્ટર કહેતા હતા કે તે એક્ટર નહીં બની શકે. કારણ કે તેની આઈબ્રો ખૂબ જ જાડી છે અને તે એક્ટર મટીરિયલમાં ફિટ નહીં થાય. એટલે હું જ્યારે સલૂન જતો ત્યારે એક્સ્ટ્રા પૈસા આપતો હતો આઈબ્રો માટે, આ આશા સાથે કે મારું કોઈ તો સિલેક્શન કરી લેશે.

આ પણ જુઓ : રોડીઝ થી લઈને આર્ટિકલ 15, જુઓ આયુષ્માન ખુરાનાની ઉડાન

આયુષ્માનની આ કબૂલાત બાદ કપિલે કહ્યું કે કોઈની આઈબ્રો તેની કરિઅર નથી બનાવી શકતી. મોટી આઈબ્રો વાળા લોકો પણ સફળ થઈ શકે છે અને આયુષ્માન તેનું ઉદાહરણ છે.

bollywood gossips bollywood news ayushmann khurrana