ઝીફાઇવની આગામી ફિલ્મ રાત બાકી હૈમાં શું હશે?

28 September, 2020 09:21 PM IST  |  Ahmedabad | Nirali Dave

ઝીફાઇવની આગામી ફિલ્મ રાત બાકી હૈમાં શું હશે?

ઝીફાઇવની આગામી ફિલ્મ રાત બાકી હૈમાં શું હશે?

ઝીફાઇવની ઍક્શન-થ્રિલર સિરીઝ ‘કાલી’ની બન્ને સીઝનને સારો પ્રતિસાદ મળ્યો છે. આ સિરીઝથી ડિજિટલ ડેબ્યુ કરનારી પાઓલી દેમ ઝીફાઇવની આગામી સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ‘રાત બાકી હૈ’માં જોવા મળશે. પાઓલી દેમ જાણીતી બંગાળી ઍક્ટ્રેસ છે જે છેલ્લે નેટફ્લિક્સની ફિલ્મ ‘બુલબુલ’માં જોવા મળી છે. ‘રાત બાકી હૈ’માં પાઓલી દેમ સાથે અનુપ સોની લીડ રોલમાં દેખાશે. ફિલ્મમાં ૧૨ વર્ષ પછી મળતાં પૂર્વ પ્રેમીઓની વાત છે જેમાંથી એક મર્ડર સસ્પેક્ટ હોવાથી પોતાના બચાવ માટે ફરાર હોય છે.
એક રાતની આ વાર્તા આગળ વધે એમ અણધાર્યા વળાંક આવે છે. ફિલ્મમાં રાહુલ દેવ, દીપાનીતા શર્મા અને આકાશ દહિયા પણ મહત્ત્વના રોલમાં દેખાશે. અવિનાશ દાસ નિર્દેશિત આ ફિલ્મ એક નાટક પરથી પ્રેરિત છે અને હાલમાં એનું શૂટિંગ રાજસ્થાનના રણથંભોરમાં આવેલા મહેલમાં થઈ રહ્યું છે.

ahmedabad zee5 entertainment news bollywood bollywood news bollywood gossips