શું છે રિયાના વિડિયોની હકીકત?

01 August, 2020 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શું છે રિયાના વિડિયોની હકીકત?

રિયા ચક્ર્વર્તીના વિડિયોને જોઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. સોશ્યલ મીડિયામાં હાલમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં રિયા પોતાને ગુંડાઓની તાઈ કહી રહી છે. આ વિડિયોમાં તે મજાક કરે છે કે રિયલ છે એ તો રામ જાણે પણ તે એમ કહી રહી છે કે તેનો બૉયફ્રેન્ડ ગુંડો છે, પરંતુ તે પોતે તાઈ છે. તાઈ એટલે કે ગુંડા લોકો પાસે કામ કઢાવનારી મહિલા. આ વિડિયોમાં તે એમ પણ કહે છે કે તેને ખબર છે કે લોકો પાસેથી પૈસા કેવી રીતે પડાવવા. આ વિડિયો વાઇરલ થતાં રિયાએ તો કહ્યું છે કે તે આ વિડિયોમાં મજાક કરે છે અને એ એક સ્ટૅન્ડ-અપ ઍક્ટ હતો. જોકે આ વિડિયોને લઈને ઘણા લોકોને સવાલ થઈ રહ્યા છે.

રિયાએ ૧૫ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાની વાતને ફગાવી સુશાંતના સી.એ.એ

સુશાંત સિંહ રાજપૂતના સી.એ.નું કહેવું છે કે રિયા ચક્રવર્તીએ તેના અકાઉન્ટમાંથી પંદર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાની વાત ખોટી છે. સુશાંતના સી.એ. સંદીપ શ્રીધરે કહ્યું હતું કે તેના અકાઉન્ટમાં એટલા પૈસા હતા જ નહીં કે રિયા એને ટ્રાન્સફર કરી શકે. તેના મુજબ થોડા હજાર સિવાય રિયાના અકાઉન્ટમાં કોઈ પૈસા નહોતા મોકલવામાં આવ્યા. તેણે એમ પણ કહ્યું હતું કે સુશાંતની ઇન્કમમાં છેલ્લા વર્ષમાં ખૂબ જ ઘટાડો થયો હતો. જોકે નવાઈની વાત એ છે કે રિયા અને સુશાંત પણ છેલ્લા એક જ વર્ષથી રિલેશનશિપમાં હતાં. તેમ જ જો સુશાંત પાસે એટલા પૈસા ન હોય તો તે પાંચ કરોડ રૂપિયા કેરળમાં આવેલા પૂરમાં ડોનેટ કેવી રીતે કરી શકે? જોકે એક રિપોર્ટ મુજબ બૅન્ક સ્ટેટમેન્ટમાં જાણવા મળ્યું છે કે રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તીના ફ્લાઇટ બુકિંગ માટે સુશાંતના ખાતામાંથી ૨૦૧૯ની ૧૪ ઑક્ટોબરે ૫૧,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ૨૦૧૯ની ૧૨ ઑક્ટોબરે ૭૨,૯૦૦ રૂપિયા વિવિડરેજ રિયલિટિક્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેની ડિરેક્ટર રિયા છે. આ સાથે જ રિયાએ તેની સૅલોંની ટ્રીટમેન્ટ માટે પણ પૈસા લીધા હોવાની ચર્ચા ચાલી રહી છે.

બિહાર પોલીસને સપોર્ટ નથી મળી રહ્યો મુંબઈ પાસેથી

બિહાર પોલીસનું કહેવું છે કે તેમને મુંબઈ પોલીસ પાસેથી સપોર્ટ નથી મળી રહ્યો. સુશાંત સિંહ રાજપૂતે બાંદરામાં ૧૪ જૂને સુસાઇડ કર્યું હતું અને એ વિશે તેના પિતા ક્રિષ્ન કુમાર સિંહ દ્વારા પટનામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆરઆઇ કરવામાં આવ્યો હતો. આ માટે પટનાથી ચાર પોલીસની ટીમ મુંબઈ પહોંચી છે અને છેલ્લા ત્રણ દિવસથી તપાસ કરી રહી છે. પટનાના પોલીસ હેડક્વૉર્ટરના ટોચના પોલીસે ઓળખ છતી ન કરવાની શરતે કહ્યું હતું કે ‘કશે કંઈ નથી થઈ રહ્યું. અમે આ કેસમાં સુપ્રીમ કોર્ટના ઑર્ડરની રાહ જોઈ રહ્યા છીએ. રિયાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે આ કેસને મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવે. આ વિશે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ઑર્ડર ન આવે ત્યાં સુધી આગળ કંઈ થઈ શકે એમ નથી. હવે જે પણ કરવાનું છે એ હવે અમારે અમારી રીતે કરવાનું છે. દુઃખની વાત એ છે કે અમને મુંબઈ પોલીસ તરફથી કોઈ સહાય નથી મળી રહી. અમારા માટે કામ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput rhea chakraborty