09 August, 2023 05:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
રાકેશ રોશનની જેમ હૃતિક રોશનના પણ વાળ નીકળી જશે તો એ વિશે તેના પિતાએ ઇન્ટરેસ્ટિંગ જવાબ આપ્યો છે. હૃતિક રોશન હાલમાં સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. થોડા સમય પહેલાં એક ઇવેન્ટમાં તે સબા સાથે જોવા મળ્યો હતો. આ દરમ્યાન તેણે હેર પૅચ લગાવ્યો હતો અને એ નીકળી જતાં તે ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે તેના ખરેખર વાળ ખરી રહ્યા છે એવી ચર્ચા હતી તો બીજી તરફ એવી પણ ચર્ચા હતી કે તેણે સર્જરી કરાવી હોવાથી તેના એ વાળ નથી. જોકે રાકેશ રોશનનું કહેવું છે કે તેમના ફૅમિલીમાં વાળનો ઇશ્યુ દરેકને છે. આ વિશે ઘણા લોકોએ તેને ઘણા સવાલ કર્યા છે. ઘણા લોકોએ હૃતિકના વાળને લઈને પણ ચર્ચા કરી છે. જોકે રાકેશ રોશને કહ્યું છે કે તેના વાળનું શું થશે એ તો ખબર નથી, પરંતુ જો તેના વાળ જતા પણ રહ્યા તો પણ તેની કિસ્મત તેની પાસેથી કોઈ છીનવી નહીં શકે.