Lata Mangeshkar Health: લતાજીના સ્વાસ્થ્ય વિશે ડૉક્ટરે આપ્યું નિવેદન

13 November, 2019 12:47 PM IST  |  Mumbai Desk

Lata Mangeshkar Health: લતાજીના સ્વાસ્થ્ય વિશે ડૉક્ટરે આપ્યું નિવેદન

સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરને સોમવારે બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેના પછી તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. હવે તેમના સ્વાસ્થ્યને લઈને નવી અપડેટ આવી છે. તે હાલ આઇસીયૂમાં છે, પણ તેમના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.

મુંબઇ મિરરે ડૉક્ટરના નિવેદન દ્વારા લખ્યું છે કે હાલ તેમનું સ્વાસ્થ્ય નાજુક છે. ડૉક્ટર પ્રતીત સમદાનીએ મંગળવારે મુંબઇ મિરર સાથે વાત કરતાં કહ્યું કે, "હાલ તે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે, પણ તેમના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે. તેમનું ઇન્ફેક્શન હાલ કન્ટ્રોલમાં છે. તેમની તબિયત હજી પણ નાજુક છે. આ સમયે કંઇ પણ કહેવું મુશ્કેલ છે. અમે સતત તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખીએ છીએ. અમે તેમના જલ્દી સ્વસ્થ થઈ જવાની કામના કરીએ છીએ."

ડૉક્ટર સિવા કૉંગ્રેસ નેતા અને આઇપીએલ ચેરમેન રાજીવ શુક્લાએ પણ ટ્વીટ કરી તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. રાજીવે લખ્યું, "લતા મંગેશકરજીના પરિવારના સભ્યો સાથે વાત કરી. હાલ તે બરાબર છે, પણ હજી હૉસ્પિટલમાં છે. અમે તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ."

જણાવીએ કે લતા મંગેશકરના બીમાર થયા પછી ચાહકો અને કેટલીય મોટી હસ્તીઓ સતત તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. આમાં નેતાથી લઈને ફિલ્મી હસ્તીઓના નામ સામેલ છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ પણ ટ્વીટ કરીને તેમની માટે પ્રાર્થના કરી છે. તેની સાથે જ ગાયક બાબુલ સુપ્રીયો, અભિનેત્રી પૂનમ ઢિંલ્લો, અભિનેત્રી હેમા માલિની, શબાના આઝમી, કૉંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવી અને ગાયક અદનાન સામીના નામ પણ સામેલ છે.

જણાવીએ કે લતા મંગેશકર ફેફસાંના ગંભીર ઇન્ફેક્શનથી લડી રહ્યા છે. ઇન્ટરનલ મેડિસિન ફિઝિશિયન, ડૉક્ટર પ્રતિત સમદાનીએ ટીઓઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું છે, "તેમને નિમોનિયા થયું છે. સાથે જ લતાજીનું ડાબું વેટ્રિકુલર પણ ફેલ થઈ ગયું છે. તેમની હાલત હજી પણ સતત ગંભીર જ છે. જો કે છેલ્લા કેટલાક સમયમાં સુધારો થયો છે. "

આ જ હ્રદયને પહોંચાડે છે વધારે ઑક્સિજન
ડાબું વેટ્રિકુલર જ હ્રદયને સૌથી વધારે ઑક્સિજન આપે છે. શરીરના સામાન્ય અને સ્વસ્થ રીતે કામ કરવા માટે તેનું બરાબર થવું ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર

તાજેતરમાં જ ઉજવ્યું 90મું જન્મદિવસ
28 સપ્ટેમ્બરના જ લતાએ પોતાનું 90મું જન્મદિવસ ઉજવ્યું હતું. જન્મદિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન અને સચિન તેંદુલકર સહિત કેટલાય દિગ્ગજો અને લાખો-કરોડો ચાહકોએ તેમને વધામણી આપી હતી. 1000થી વધારે ગીતોને પોતાનો અવાજ આપનારા લતા મંગેશકરને 2001માં ભારત રત્ન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા

lata mangeshkar hema malini sourav ganguly adnan sami bollywood bollywood news bollywood gossips