આપણે જેવા હોઈએ એવી જ રીતે પોતાની જાતને સ્વીકારી લેેવી જોઈએ:ભૂમિ પેડણેકર

13 June, 2020 09:51 PM IST  |  Mumbai Desk | Agencies

આપણે જેવા હોઈએ એવી જ રીતે પોતાની જાતને સ્વીકારી લેેવી જોઈએ:ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરનું માનવું છે કે તમે જેવા દેખાતા હો એ રીતે જ પોતાની જાતને સ્વીકારવી જોઈએ. ‘દમ લગાકે હઈશા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર ભૂમિએ આ ફિલ્મ માટે અતિશય વજન વધાર્યું હતું. એને ઘટાડવા પાછળની જર્ની વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘પોતાની જાતનો સ્વીકાર કરવો અને પોતાની જાતને પ્રેમ કરવો એ વજન ઘટાડવાની જર્નીમાં અગત્યનો ભાગ ભજવે છે. મને લોકો જ્યારે પણ વેઇટ-લૉસ વિશે પૂછે છે તો હું તેમને કહું છું કે પહેલાં તો તમારા શરીર સાથે પ્રેમ કરતાં શીખો. એ પણ એવા સમયમાં જ્યારે આપણી પાસે ઘણાંબધાં ફિલ્ટર્સ છે કે જેનાથી લુકને બદલી શકાય છે. લોકોએ એનો ઉપયોગ બંધ કરીને પોતે જેવા દેખાય છે એવા જ રંગ-રૂપમાં પોતાને સ્વીકારવા જોઈએ. અનુશાસન પણ હોવું ખૂબ જરૂરી છે. મારા કેસમાં તો કોઈ પણ કારણ હોય, હું કદી પણ જિમમાં ગેરહાજર નહોતી રહી. સાથે જ સાંજે સાડાસાત વાગ્યા બાદ હું જમતી પણ નહોતી.’

bhumi pednekar bollywood bollywood news bollywood gossips