હૃતિક રોશને કહ્યું `નો રંગ નો ભાંગ`, તો હોળી પર શું કર્યુ અભિનેતાએ? જુઓ વીડિયો 

08 March, 2023 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રંગો અને ભાંગ નહીં તો બીજ શું ? આખરે અભિનેતા હૃતિક રોશન( hrithik roshan)એ કેવી રીતે કરી હોળીની ઉજવણી? અભિનેતાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે તેણે કેવી રીતે હોળી (Holi 2023) ઉજવી છે.

હૃતિક રોશન

બોલિવૂડ સ્ટાર હૃતિક રોશન(Hrithik Roshan Holi)એ આ વર્ષે અનોખી હોળી ઉજવી હતી અને તેની એક ઝલક પણ તેના ચાહકો સાથે Instagram પર શેર કરી હતી. અભિનેતા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં હૃતિક અને તેના પુત્રો હૃધાન અને હ્રિહાન સહિત તેનો પરિવાર રંગો સાથે ઉજવણી કરવાને બદલે કસરત કરતા જોવા મળ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, હૃતિકની પૂર્વ પત્ની સુઝેન ખાન અને તેનો બોયફ્રેન્ડ અર્સલાન ગોની પણ પરિવાર સાથે જોડાયા હતા.

હૃતિક એક પુત્ર સાથે ટેબલ ટેનિસ રમતા જોવા મળ્યો હતો જ્યારે તેનો બીજો પુત્ર કસરત કરતો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ સુઝેન વર્કઆઉટ કરતી દેખાય હતી. 

હૃતિકે વિડિયોના કેપ્શન લખ્યું છે,"કોઈ રંગો કે ભાંગ નહીં, માત્ર પરસેવો અને આનંદ કરો! હોળીની સવારમાં ગેંગ વર્કઆઉટ! આખી ગેંગને હોળીની શુભકામનાઓ, સુંદર લોકો! તમારી હોળી કેવી ચાલી રહી છે?"

આ પણ વાંચો: Holi 2023 : એકબીજાના રંગમાં રંગાયા સિદ્ધાર્થ-કિયારા,સેલેબ્ઝે આપી હોળીની શુભેચ્છા

હૃતિકની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં સુઝૈન ખાને કહ્યું કે "બેસ્ટ હોળી." જો અભિનેતાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હૃતિક રોશન દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર સાથે ફિલ્મ `ફાઇટર`માં જોવા મળશે.

bollywood news hrithik roshan entertainment news holi