Video: જિમમાં જબરદસ્ત વર્કઆઉટ કરતી નજર આવી અનુષ્કા શર્મા

21 July, 2019 02:39 PM IST  | 

Video: જિમમાં જબરદસ્ત વર્કઆઉટ કરતી નજર આવી અનુષ્કા શર્મા

જિમમાં જબરદસ્ત વર્કઆઉટ કરતી નજર આવી અનુષ્કા શર્મા

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા જેટલું પોતાની ફિલ્મો અને અંગત જીવન પર ધ્યાન આપે છે, એટલું જ ધ્યાન પોતાની ફિટનેસ પર આપે છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અનુષ્કા શર્માના વાયરલ વીડિયો બતાવે છે કે તે ફિટનેસને લઈને કેટલી જાગૃત છે. હાલમાં જ તેના ફેન પેજે શેર કરેલો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અનુષ્કા જિમમાં વર્ક આઉટ કરતી નજર આવી રહી છે.


ફેન પેજે અનુષ્કા શર્માના ત્રણ વીડિયો શેર કર્યા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે અનુષ્કા ડેડિકેટ થઈને જિમમાં પસીનો વહાવી રહી છે. વીડિયો અનુસાર, અનુષ્કા હેવી વેટ ઉઠાવીને ડેડલિફ્ટ વર્કઆઉટ કરી રહી છે અને સાથે ડંબેલ્સ સાથે જ અનુષ્કા એક્સરસાઈઝ કરી રહી છે. અનુષ્કાના વર્કઆઉટને લોકો તેના પતિ વિરાટ કોહલી સાથે પણ જોડીને જોઈ રહ્યા છે.


વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા ચાહકોએ લખ્યું કે, 'જ્યારે તમારો પતિ ફિટનેટ ફ્રિક હોય તો આવું થાય છે.' ત્યાં જ ચાહકો અનુષ્કાના આ વર્કઆઉટ અને મહેનતના વખાણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે અનુષ્કા હાલમાં જ વર્લ્ડ કપ રમવા ગયેલા પતિ વિરાટ કોહલીની સાથે ઈંગ્લેન્ડથી પાછી આવી છે અને તે બાદ તે પોતાના રૂટિનમાં પાછી લાગી ગઈ છે.

આ પણ જુઓઃ હવે કેવા દેખાય છે શાહરૂખ, અક્ષય,અજયના બાળકો

જો તેના વર્ક ફ્રંટની વાત કરીએ તો હાલ અનુષ્કાએ પોતાના આગામી પ્રોજેક્ટ વિશે કોઈ જ જાહેરાત નથી કરી. અને છેલ્લે અનુષ્કા શાહરૂખ ખાન અને કેટરીના સાથે ફિલ્મ ઝીરોમાં કામ કરતી નજર આવી હતી.

anushka sharma virat kohli