ફિલ્મોમાં રોલ મેળવવાં હું કોઈ હિરો સાથે સુતી નથી: રવીના ટંડન

06 August, 2020 06:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મોમાં રોલ મેળવવાં હું કોઈ હિરો સાથે સુતી નથી: રવીના ટંડન

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

રોમેન્ટિક રોલ્સ, કોમેડી ટાઈમિંગ અને ઇન્ટેન્સ લૂકથી 90નાં દાયકામાં લોકોના દિલમાં આગવું સ્થાન મેળવનાર અભિનેત્રી રવીના ટંડન (Raveena Tandon) બબલી ઇમેજ હોય કે પછી ગુસ્સેલ રોલ હોય તે દરેકમાં ફિટ થતી હતી. તે સમયની સુપર હિટ અભિનેત્રીઓમાંથી એક છે રવીના ટંડન. પરંતુ સફળ અભિનેત્રી તરીકેની તેની સફર કંઈ સરળ નથી રહી અને તાજેતરમાં જ તેણે આ બાબતનો ખુલાસો કર્યો છે. એક ઈન્ટવ્યૂમાં રવીનાએ કહ્યું હતું કે, ફિલ્મોમાં રોલ મેળવવાં હું કોઈ હિરો સાથે સુતી નથી.

તાજેતરમાં પિન્કવિલાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં રવીના ટંડને તે સમયે હિરોનાં કારનામાની સાથે સાથે તે સમયનાં જર્નાલિઝમ પર અનેક ખુલાસા કર્યા છે. રવીનાએ કહ્યું હતું કે, હું તે જોઇને દંગ રહી જતી કે ઘણી ફીમેલ જર્નાલિસ્ટ એક મહિલાની સાથે આવું કરતી. તે જર્નાલિસ્ટ જે આજે કહે છે કે હું ફેમિનિસ્ટ છુ અને કોલમ લખે છે, તે સમયે તેઓ મને સપોર્ટ નહોતા કરતાં કારણ કે કોઈ હિરોએ તેમની મેગેઝીનનાં કવર ફોટો માટે વાયદો કર્યો હતો. હું મારી ઇમાનદારીને કારણે ભલે ફિલ્મો ગુમાવી રહી હતી પણ મારા નામ પર પણ કિચ્ચડ ઉછાળવામાં આવ્યુ હતું. મે ક્યારય કોઇની સાથે ખોટો વ્યવહાર નથી કર્યો.

વધુમાં તેણે કહ્યું હતું કે, મારી પાસે કોઇ ગોડફાધર ન હતો. હું કોઇ કેમ્પનો ભાગ ન હતી. હું કોઇ હીરોની સાથે કામ કરવા માટે તેની સાથે સુતી નહોતી. અને ન તો મારું તેની સાથે અફેર હતુ.. ઘણી વખત તો મને ફક્ત એટલે જ અંહંકારી કહેવામાં આવતી કારણ કે હું તે બધુ નહોતી કરતી. જે હીરો મને કરવા કહે તે હું ક્યારેય ન કરતી. જ્યારે તે કહે હસો તો હસવાનું.. તે કહે બેસો તો બેસી જવાનું.. હું ફક્ત મારા કામથી કામ રાખતી. હું મારી શરતો પર જીવતી હતી. તેથી મને ઘણી ફીમેલ જર્નાલિસ્ટ નીચી દેખાડવાનો પ્રયાસ કરતા હતાં.

entertainment news bollywood bollywood news bollywood gossips raveena tandon