02 August, 2025 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આવણ જાવણ સૉન્ગનો સીન
યશરાજ ફિલ્મ્સની ઍક્શન-થ્રિલર ફિલ્મ ‘વૉર 2’નું પહેલું ગીત ‘આવણ જાવણ’ રિલીઝ થયું છે. આ ગીતમાં લીડ સ્ટાર્સ હૃતિક રોશન અને કિઆરા અડવાણીનો રોમૅન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. આ ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. અરિજિત સિંહ અને નિકિતા ગાંધીના અવાજમાં ગવાયેલું આ ગીત લીડ ઍક્ટ્રેસ કિઆરાના જન્મદિવસે રિલીઝ કરવામાં આવ્યું છે અને ગીતમાં કિઆરાનો બિકિની-લુક છવાઈ ગયો છે. કિઆરાએ પહેલી વખત ફિલ્મી પડદે આ ગીતમાં બિકિની પહેરી છે. કિઆરાએ આ ગીત તેના સોશ્યલ મીડિયામાં પણ શૅર કર્યું છે.