વાજિદ ખાને હૉસ્પિટલમાં ગાયું 'હુડ હુડ દબંગ', વીડિયો થયો વાયરલ

02 June, 2020 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાજિદ ખાને હૉસ્પિટલમાં ગાયું 'હુડ હુડ દબંગ', વીડિયો થયો વાયરલ

તસવીર સૌજન્ય: ટ્વીટર

મ્યુઝિક ડાયરેક્ટર અને ગાયક વાજિદ ખાનનું સોમવારે નિધન થયા બાદ સોશ્યલ મીડિયા પર એક વીડિયો બહુ વાયરલ થયો છે. જેમાં વાજિદ ખાન ભાઈ સાજિદ માટે સલમાનની ફિલ્મનું ગીત 'હુડ હુડ દબંગ' ગાઈ રહ્યો છે.

સોમવારે પહેલી જૂને વહેલી સવારે વાજિદ ખાનનું ખાનગી હૉસ્પિટલમાં નિધન થયું હતું. ત્યારબાદ બપોર પછી સોશ્યલ મીડિયા પર એક વીડિયો બહુ વાયરલ થયો છે. આ વીડિયોમાં વાજિદ ખાન ભાઈ સાજિદ માટે 'હુડ હુડ દબંગ' ગાતા નજરે પડે છે. સંગીતકારે દાઢી કઢાવી નાખી હોવાથી તેઓ તરત ઓળખાતા નથી. ગીત ગાતા ગાતા વાજિદને તકલીફ થતી હોવાનું પણ વીડિયોમાં દેખાય છે.

આ જુઓ વાયરલ થયેલો વીડિયો:

વીડિયોમાં વાજિદે એમ પણ કહ્યું છે કે, સાજીદ ભાઈ માટે તો હું એક જ ગીત ગાઈશ.

વાજિદે કારર્કિદીની શરૂઆત 1998માં ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યાં'ના ગીત 'તેરી જવાની બડી મસ્ત મસ્ત'થી કરી હતી. સાજિદ-વાજિદની આ બેલડીએ ઈન્ડસ્ટ્રીને અનેક હીટ ગીતો આપ્યા છે.

entertainment news bollywood events bollywood news bollywood gossips viral videos sajid-wajid