81 વર્ષના વહીદા રહેમાનને કરવું છે આ એડવેન્ચર !

24 September, 2019 11:54 AM IST  |  મુંબઈ

81 વર્ષના વહીદા રહેમાનને કરવું છે આ એડવેન્ચર !

વહીદા રહેમાન (ફાઈલ ફોટો)

કહેવાય છે કે જુસ્સા સામે ઉંમર હંમેશા નાની સાબિત થતી હોય છે. દુનિયામાં ઘણા લોકોએ પોતાના ઐતિહાસિક કારનામાથી આ વાતને સાચી સાબિત કરી છે. હવે બોલીવુડની એક હસ્તી પણ આવું જ કઈક કરવા ઈચ્છે. આ વ્યક્તિ છે દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાન. જી હાં વહીદા રહેમાન કંઈક એવું કરવા ઈચ્છે છે, જે એમની ઉંમરે ભાગ્યે જ કોઈ વ્યક્તિ કરી શકે.

81 વર્ષના વહીદા રહેમાનને આ ઉંમરે સ્કૂબ ડાઈવિંગ કરવું છે, અને આ ઈચ્છા તેમની બકેટ લિસ્ટમાં સામેલ છે, જેને ટૂંક સમયમાં જ પૂરી કરવા ઈચ્છે છે. આ વાતનો ખુલાસો બીજા કોઈએ નહીં પરંતુ ખુદ વહીદા રહેમાને કર્યો છે. વહીદા રહેમાને ટ્વિંકલ ખન્ના સાથે એક શોમાં વાતચીત દરમિયાન પોતાની ઈચ્છા જણાવી અને ટ્વિંકલ ખન્નાએ જ્યારે આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું તો તેમણે એ પણ કહ્યું કે,'તો શું થયું ?'

ઉલ્લેખનીય છે કે ટ્વિક ઈન્ડિયાના 14 સેકન્ડના વીડિયોમાં ટ્વિંકલ ખન્ના વહીદા રહેમાનને પૂછી રહ્યા છે,'તમારી બકેટ લિસ્ટમાં શું બાકી છે ?' જેના જવાબમાં વહીદા રહેમાને કહ્યું,'સ્કૂબા ડાઈવિંગ' જે બાદ ટ્વિંકલ ખન્ના ચોંકી ઉઠી અને તેમણે ફરી વહીદા રહેમાનને પૂછ્યું,'તમે આ ઉંરમે સ્કૂબા ડાઈવિંગ કરવા ઈચ્છો છો ?' જેના જવાબમાં તેમણે કહ્યું,'તો શું?'

આ પણ વાંચોઃ એવી તસવીરો જે અભિનેત્રીઓ ક્યારેય જોવાનું નહીં કરે પસંદ...

ટ્વિંકલ ખન્નાએ આ ઈન્ટરવ્યુનો એક વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શૅર કર્યો છે. સાથે જ ટ્વિંકલે લખ્યું છે,'તેમના સ્પિરીટને ખૂબ જપ્રેમ.' ઉલ્લેખનીય છે કે ટ્વિક ઈન્ડિયા એ ટ્વિંકલ ખન્નાનું નવું વેન્ચર છે, જેમાં તે સેલિબ્રિટી સાથે વાતચીત કરશે. ટ્વિંકલે પુત્ર આરવના બર્થ ડે પર આ શૉ શરૂ કર્યો છે.

waheeda rehman twinkle khanna entertaintment