કૉન્ગ્રેસને ચોકીદારના ડંડાથી ડર લાગે છે : વિવેક ઑબેરૉય

04 April, 2019 11:24 AM IST  | 

કૉન્ગ્રેસને ચોકીદારના ડંડાથી ડર લાગે છે : વિવેક ઑબેરૉય

વિવેક ઑબેરૉયનું કહેવું છે કે કૉન્ગ્રેસ પાર્ટીને ચોકીદારના ડંડાથી ડર લાગી રહ્યો છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘ભ્પ્ નરેન્દ્ર મોદી’માં તેમનું પાત્ર વિવેક ભજવી રહ્યો છે. લોકસભાનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ‘ચૌકીદાર’ને તેમના સ્લોગન તરીકે ઉપયોગ કરી રહ્યું છે. ઇલેક્શન આવી રહ્યું હોવાથી ‘ભ્પ્ નરેન્દ્ર મોદી’ની રિલીઝને અટકાવવા માટે કૉન્ગ્રેસ સરકાર કમર કસી રહી છે. આ માટે તેમણે બૉમ્બે હાઈ ર્કોટના પણ દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ ર્કોટે તેમની અરજી ફગાવી દીધી હતી. આ વિશે વિવેક ઑબેરૉયે કહ્યું હતું કે ‘વિરોધપક્ષ શા માટે આટલો ડરી રહ્યો છે? તેમને શેનાથી ડર લાગી રહ્યો છે? મને લાગે છે કે તેમને ચોકીદારના ડંડાનો ડર છે. અભિષેક માનુ સાંઘવી જેવા મોટા વકીલ અમારી નાની ફિલ્મ પાછળ સમય બગાડી રહ્યા છે. અમે ફિલ્મમેકર્સ છીએ અને અમને ર્કોટ-કચેરીની વાતો સમજમાં નથી આવતી. અમે ફિલ્મમેકર્સ છીએ અને કોઈ પણ વિષય પર ફિલ્મ બનાવવા અને એને ગમે ત્યારે રિલીઝ કરવા માટે અમારી પાસે સ્વતંત્રતા છે.’

આ પણ વાંચોઃ ઓજસ રાવલઃ કોમેડીથી હિન્દી સિરિયલ સુધી, આ એક્ટરના નામના વાગે છે ડંકા

આ કોઈ પ્રૉપગૅન્ડા ફિલ્મ નથી એ વિશે જણાવતાં વિવેકે કહ્યું હતું કે ‘આ એક પ્રેરણાત્મક સ્ટોરી છે. આ ફિલ્મને કોઈ પણ (પાર્ટીની) વ્યક્તિ દ્વારા પ્રોડ્યુસ કરવામાં નથી આવી. આ માટેના તમામ ડૉક્યુમેન્ટ અમે જમા કરાવી દીધા છે. કોઈ પણ વ્યક્તિ પર તમે આરોપ મૂકી શકો છો, પરંતુ એ માટેના પુરાવા ક્યાં છે? આ કોઈ પૉલિટિકલ ફિલ્મ નથી. આ એક વડનગરના ચાવાળાની સ્ટોરી છે જેની પાસે કોઈ ર્સોસ નહોતા, અંગ્રેજીમાં એજ્યુકેશન પણ નહોતું લીધું અને એમ છતાં દેશના વડા પ્રધાન બન્યા. આ ફિલ્મમાં તેમના પર શું-શું વીતી હતી એ દેખાડવામાં આવ્યું છે. આ ફિલ્મ એ કહેવા માગે છે કે કોઈ પણ વ્યક્તિ દેશના વડા પ્રધાન બની શકે છે.’

vivek oberoi bollywood