ઉદાસ ચહેરો, નીચે નજર...આ રીતે ભારત પાછા ફર્યા વિરાટ અનુષ્કા, જુઓ તસવીરો

18 July, 2019 05:17 PM IST  |  મુંબઈ ડેસ્ક

ઉદાસ ચહેરો, નીચે નજર...આ રીતે ભારત પાછા ફર્યા વિરાટ અનુષ્કા, જુઓ તસવીરો

વિરાટ અને અનુષ્કા પહોંચ્યા ભારત

વર્લ્ડ કપ 2019માં પરાજય બાદ ભારતીય ટીમનો સુકાની વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે આજે ભારત પહોંચ્યો છે. એરપોર્ટથી નીકળતી વખતે બન્નેની કેટલીક તસવીરો સામે આવી છે. તસવીરોમાં વિરાટના ચહેરા પર હારનું દુઃખ જોઈ શકાય છે. એરપોર્ટની બન્નેની જે તસવીરો સામે આવી છે તેમાં બન્ને ઘણાં ઉદાસ દેખાય છે.

એરપોર્ટથી નીકળતી વખતે બન્નેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં બન્ને ખૂબ જ ગૂમસુમ દેખાય છે. વીડિયોમાં જોવા મળે છે કે વિરાટ અને અનુષ્કા ન તો કોઈની સાથે વાત કરે છે કે ન તો એકબીજા સાથે પણ કોઈ વાત કરે છે. બન્ને ચુપચાપ જઈને ગાડીમાં બેસી જાય છે. કૅપ્ટનના હાથમાં બ્લૂ કલરની સૂટકેસ છે જ્યારે અનુષ્કાના હાથમાં એક બેગ છે.

વિરાટ સાથે હોય અને ભારતની હાર થઈ હોય તો અનુષ્કા થઈ જાય છે ટ્રોલ

જણાવીએ કે વર્લ્ડ કપ 2019માં ભારત, ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી હારીને સેમી ફાઈનલમાંથી બહાર નીકળી ગઈ હતી. જેના પછી આખો દેશ ઉદાસ થયો હતો. ભારતની હાર પછી વિરાટ અને અનુષ્કાને લંડનમાં એકસાથે ફરતાં જોવાયા હતાં જેને કારણે બન્ને ઘણાં ટ્રોલ પણ થયા હતા. લોકોનું કહેવું હતું કે ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન વિરાટ કોહલી પ્રેક્ટિસ કરવાને બદલે પત્ની સાથે ફરતો રહ્યો તેને કારણે જ ટીમ ઇન્ડિયા હારી ગઈ.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

જો કે આ પહેલી વાર નથી જ્યારે અનુષ્કાને ટીમ ઇન્ડિયાની હારને લઈને ટ્રોલ કરવામાં આવી હોય. અનુષ્કા જ્યારે પણ મેચ જોવા જતી અને ટીમ ઇન્ડિયા હારી જતી તો તેને ટ્રોલ કરી દેવામાં આવતી. આવું જ કંઈક આ વખતે પણ થયું. ટીમે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું પણ હારી ગઈ. જેના પછી ટીમની સાથે સાથે અનુષ્કાને પણ ટ્રોલ કરી દેવામાં આવી.

virat kohli virat anushka anushka sharma sports sports news bollywood bollywood events bollywood news