06 October, 2025 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
શનિવારે સવારે ભૂતપૂર્વ પ્રેમીઓ રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે મુંબઈ ઍરપોર્ટ પર એકબીજાને ઇગ્નૉર કરવાને બદલે એકબીજાને હસીને ગળે લગાવવાનું પસંદ કર્યું હતું. તેમનું આ વર્તન ફૅન્સમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતું. જોકે લાગે છે કે રણબીર અને દીપિકા પર આ ચર્ચાની કોઈ અસર નથી થઈ, કારણ કે એ દિવસે સાંજે તેઓ ફરી મુંબઈ ઍરપોર્ટ પર સાથે જોવા મળ્યાં હતાં. આ સમયે પણ તેમણે સવારની જેમ એકબીજાને ગળે મળીને પ્રેમથી ‘ગુડબાય હગ’ કરવાનું પસંદ કર્યું હતું.