16 December, 2023 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વીર દાસ
વીર દાસને હાલમાં જ સ્ટૅન્ડ-અપ કૉમેડી માટે ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડથી નવાજવામાં આવ્યો છે. તે હવે આજે લંડનના ફેમસ અપોલો થિયેટરમાં લગભગ પાંચ હજાર લોકો સામે પર્ફોર્મ કરવાનો છે. તે ‘માઇન્ડફુલ ટૂર’ના માધ્યમથી વિવિધ દેશોમાં જઈને લોકોને હસાવી રહ્યો છે. હવે તે એ સ્ટેજ પર પર્ફોર્મ કરશે જ્યાં ધ બીટલ્સ, ધ રોલિંગ સ્ટોન્સ અને સેલેના ગોમેઝે પર્ફોર્મ કર્યું હતું. એ વિશે ખુશી વ્યક્ત કરતાં વીર દાસે કહ્યું કે ‘અપોલો થિયેટરમાં આવવું એ માત્ર વ્યક્તિગત જીત નથી, પરંતુ આ તો ઇન્ડિયન કૉમેડી માટે અગત્યનો અવસર છે. આ ઐતિહાસિક સ્થાન કે જ્યાં મ્યુઝિકલ લેજન્ડ્સ અને કૉમેડી આઇકન્સે પર્ફોર્મ કર્યું છે એ મારા માટે ખુશી અને ગર્વની વાત છે. હું લગભગ પાંચ હજાર લોકોની સામે લાઇવ જઈશ તો એ વખતે તેમની સાથે જોડાઈને મારી ખુશીની કોઈ સીમા નહીં રહે. એના માધ્યમથી તેમની વચ્ચે એક સેતુ બંધાશે. ‘માઇન્ડફુલ ટૂર’થી હું સીમાપાર લોકોને હસાવીશ અને વિશ્વભરના લોકો સાથે આનો અનુભવ લેવા માટે હું આતુર છું.’