૮૦ વર્ષની મહિલાને રાહ જોવડાવનાર ઇન્ડિગોની ઝાટકણી કાઢી વિપુલ શાહે

25 November, 2020 07:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૮૦ વર્ષની મહિલાને રાહ જોવડાવનાર ઇન્ડિગોની ઝાટકણી કાઢી વિપુલ શાહે

વિપુલ શાહ

ઍરલાઇન્સ ઇન્ડિગોએ એક 80 વર્ષની મહિલાને રાહ જોવડાવતાં વિપુલ શાહે તેમની ઝાટકણી કાઢી છે. તેઓ નાગપુરથી મુંબઈ આવી રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ મહિલા માટે વ્હીલચૅરની વ્યવસ્થા ન કરતાં તેઓ ગુસ્સે ભરાયા હતા. આ માટેનો વિડિયો તેમની પત્ની શેફાલી શાહ દ્વારા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિશે વિપુલ શાહે કહ્યું હતું કે ‘અમે નાગપુરથી મુંબઈની ફ્લાઇટમાં હતાં જે પોણાનવે શરૂ થઈ હતી અને દસ કલાક અને દસ મિનિટે મુંબઈમાં લૅન્ડ કરી હતી. અમે 80 વર્ષની મહિલા માટે વ્હીલચૅર બુક કરી હતી, કારણ કે તેમનો ઍક્સિડન્ટ થયો હતો અને તેઓ ઇન્જર્ડ હતાં. આ દરેક વાત ઇન્ડિગો સાથે કરવામાં આવી હતી અને ત્યાર બાદ અમે એ બુક કરી હતી. અમે જ્યારે મુંબઈ લૅન્ડ થયા ત્યારે તેમનો જવાબ હતો કે ઇન્ડિગો પાસે એટલી બધી વ્હીલચૅર નથી. આ અમારા માટે ખૂબ જ શૉકિંગ હતું. જો મેં બુક ન કરી હોત અને છેલ્લી ઘડીએ તેમની પાસે માગી હોત તો એ સ્વીકાર્ય હતું. મેં પહેલેથી રિઝર્વેશન કરાવ્યું હતું અને એ કન્ફર્મ પણ કર્યું હતું.’

આ વિશે આગળ જણાવતાં વિપુલ શાહે કહ્યું હતું કે ‘તેમણે 80 વર્ષની ઇજા થયેલી મહિલાને પ્રાયોરિટીમાં નહોતી રાખી. તેઓ મારી સામે ખોટું બોલી રહ્યા હતા કે બે મિનિટમાં વ્હીલચૅર આવી જશે અને જ્યારે મારી ધીરજ ખૂટી ત્યારે તેઓ મારી સામે ફોન કરવા લાગ્યા હતા. તેમને કોઈ ચિંતા નહોતી અને તેમણે ખોટું કર્યું છે એવું તેમના ચહેરા પર પણ નહોતું દેખાતું. આ સમાચાર ઇન્ડિગો અને દરેક ઉપરી અધિકારી સુધી પહોંચવા જોઈએ જેથી તેમના પર ઍક્શન લેવામાં આવે. તેમણે અમને ફ્લાઇટમાં 40 મિનિટ સુધી બેસાડી રાખ્યા હતા. હું જ્યારે તેમના પર ગુસ્સે થયો અને ચિલ્લાયો ત્યારે તેમણે વ્હીલચૅર મગાવી હતી. જો આ માટે હાલમાં ઍક્શન લેવામાં આવશે તો જ ભવિષ્યમાં બીજી કોઈ વ્યક્તિ સાથે આવી ઘટના નહીં ઘટે.’

entertainment news bollywood bollywood news vipul shah