લૉકડાઉનમાં બાળકો પર હિંસા વધુ થઈ રહી છે : આયુષ્માન ખુરાના

20 November, 2020 08:11 PM IST  |  Mumbai | Harsh Desai

લૉકડાઉનમાં બાળકો પર હિંસા વધુ થઈ રહી છે : આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે લૉકડાઉનમાં બાળકો પર હિંસાનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. આયુષ્માન સોશ્યલ મેસેજવાળી ફિલ્મો કરવા માટે જાણીતો છે. તે એન્ટરટેઇનમેન્ટની સાથે મેસેજ પણ આપતો હોવાથી યુનિસેફ દ્વારા તેને બાળકો સામેની હિંસાને દૂર કરવાના કૅમ્પેન માટેનો પ્રતિનિધિ બનાવ્યો હતો. આ વિશે વાત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘આપણને ખબર છે કે કોવિડ-19 કોઈના માટે પણ સરળ નથી. ખાસ કરીને બાળકો માટે, કારણ કે તેઓ વધુ હિંસાનો ભોગ બની રહ્યાં છે. આપણે આપણી આસપાસના લોકોને જાગરૂક કરીને આ હિંસા ઘટાડી શકીએ છીએ. પુરુષ અને છોકરાઓ હોવાથી આપણી જવાબદારી છે કે આપણે સારા વ્યક્તિ બનીએ અને હિંસાનો અંત આણીએ. યુનિસેફના સેલિબ્રિટી ઍડ્વોકેટ હોવાથી પણ હું આ હિંસાનો અંત આણવા માગું છું.’
નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોના 2018ના રેકૉર્ડ મુજબ ઇન્ડિયામાં દર કલાકે પાંચ ચાઇલ્ડ અબ્યુઝના કેસ નોંધાય છે. ધ નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે-4 મુજબ પાંચમાંથી એક ટીનેજ છોકરી ફિઝિકલ વાયલન્સનો શિકાર બને છે. 99 ટકા સ્કૂલનાં બાળકો શિક્ષક દ્વારા મેન્ટલ અને ફિઝિકલ અબ્યુઝનો શિકાર બને છે. આજે વર્લ્ડ ચિલડ્રન્સ ડે છે. આથી એ વિશે વાત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘હિંસાથી સ્વતંત્રતા મળવી એ બાળકોનો અધિકાર છે. બાળકોના હક પણ એક માનવ અધિકાર છે. હિંસાથી બાળક પર ગંભીર પરિણામ આવી શકે છે અને એ તેમને શારીરિક અને માનસિક રીતે પણ અસર કરી શકે છે. સ્કૂલ, ઘર, રસ્તા પર, ઑનલાઇન અથવા તો કમ્યુનિટીમાં પણ દરરોજ બાળકો હિંસાનો ભોગ બને છે. આ અમીર અને ગરીબ બન્ને ફૅમિલીઝમાં જોવા મળે છે.’

harsh desai bollywood bollywood news bollywood gossips ayushmann khurrana