વિક્રાંત મેસીની અટકી ગયેલી ફિલ્મ સ્વિચ ઇરોઝ નાઉ પર થશે રિલીઝ

10 March, 2021 11:34 AM IST  |  Ahmedabad | Mumbai correspondent

વિક્રાંત મેસીની અટકી ગયેલી ફિલ્મ સ્વિચ ઇરોઝ નાઉ પર થશે રિલીઝ

વિક્રાંત મેસીની અટકી ગયેલી ફિલ્મ સ્વિચ ઇરોઝ નાઉ પર થશે રિલીઝ

ડિજિટલ પ્લૅટફૉર્મનો એક ફાયદો ફિલ્મમેકર્સને એ થયો છે કે અટકી ગયેલી કે થિયેટરમાં ન રિલીઝ થઈ શકેલી ફિલ્મોને સરળતાથી એક પ્લૅટફૉર્મ મળી જાય છે. તાજેતરમાં ઇરોઝ નાઉએ બે ફિલ્મોની રિલીઝની જાહેરાત કરી છે જે વર્ષો પહેલાં બની ચૂકી છે, પણ છેક હવે રિલીઝ થશે. રોનિત રૉય અને અમિત સાધને ચમકાવતી ફિલ્મ ‘સાત કદમ’ ૨૦૧૬માં રિલીઝ થવાની હતી, પણ એ હવે સિરીઝ રૂપે ૨૪ માર્ચે આવશે, તો ‘સ્વિચ’ નામની એક ફિલ્મનું ટ્રેલર પણ તાજેતરમાં રિલીઝ થયું છે. ‘સ્વિચ’ ૨૦૧૪માં બની ગઈ છે, પણ કોઈક કારણસર અટકી જતાં હવે ૨૧ માર્ચે ઇરોઝ નાઉ પર રિલીઝ થશે.
‘સ્વિચ’માં કોન આર્ટિસ્ટ એવા મિત્રોની વાત છે જેઓ પૈસા માટે બીજાને ઠગે છે. તેઓ સૌથી મોટી ચોરી પ્લાન કરે છે અને એ દરમ્યાન મિત્રતા, દગાબાજી, પ્રેમ સાથે કઈ રીતે ડીલ કરે છે એ આ ફિલ્મમાં જોવા મળશે. આ ઍક્શન-થ્રિલર ફિલ્મ મુખ્યત્વે ‘મિર્ઝાપુર’ ફેમ વિક્રાંત મેસીને કારણે ચર્ચામાં છે. વિક્રાંતે ૨૦૧૩માં ‘લૂટેરા’ ફિલ્મથી ડેબ્યુ કર્યું અને પછી આ ‘સ્વિચ’ નામની ફિલ્મ કરી. મુસ્તફા રાજ નિર્દેશિત ‘સ્વિચ’માં વિક્રાંત ઉપરાંત નરેન કુમાર, મધુ સ્નેહા, તન્વી વ્યાસ, વીર આર્યન, નિતેન મીરાણી જેવા ઍક્ટર્સ છે.

vikrant massey bollywood bollywood news bollywood ssips