વિજય વર્મા, જયદીપ અહલાવત અને રાજકુમાર રાવના વૉટ્સઍપ ગ્રુપનું નામ છે મજબૂત ઍક્ટર્સ અસોસિએશન

06 May, 2024 06:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ત્રણેય જ્યારે ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં સ્ટુડન્ટ્સ હતા ત્યારથી ફ્રેન્ડ્સ છે.

વિજય વર્મા, જયદીપ અહલાવત અને રાજકુમાર રાવ

વિજય વર્મા, જયદીપ અહલાવત અને રાજકુમાર રાવનું વૉટ્સઍપ પર મજબૂત ઍક્ટર્સ અસોસિએશન નામનું એક ગ્રુપ છે. આ ત્રણેય જ્યારે ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં સ્ટુડન્ટ્સ હતા ત્યારથી ફ્રેન્ડ્સ છે. ૨૦૦૮માં ત્યાંથી ગ્રૅજ્યુએટ થયા બાદ તેમની ખરી સ્ટ્રગલ શરૂ થઈ હતી. ત્યાર બાદ વિજય વર્મા સાઉથની ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા ગયો હતો. જયદીપ અહલાવતને અક્ષયકુમારની ૨૦૧૦માં આવેલી ‘ખટ્ટા મીઠા’ દ્વારા ઍક્ટિંગમાં બ્રેક મળ્યો હતો. રાજકુમાર રાવે ૨૦૧૦માં આવેલી ‘લવ સેક્સ ઔર ધોકા’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. જોકે વિજય વર્માને ૨૦૧૬માં ‘પિન્ક’ દ્વારા નામના મળી હતી. આટલાં વર્ષોથી તેઓ ઇન્ડસ્ટ્રીમાં છે અને તેમની ફ્રેન્ડશિપ ઘણાં વર્ષોથી હજી પણ ટકેલી છે. આ સિવાય તેઓ વૉટ્સઍપ ગ્રુપથી જોડાયેલા રહ્યા છે. કરીઅરની આ મુસાફરી દરમ્યાન તેમણે એકમેકને મૉરલ સપોર્ટ આપ્યો હતો.

Vijay Verma rajkummar rao entertainment news bollywood buzz bollywood news bollywood