07 October, 2025 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિનેતા વિજય દેવરાકોન્ડાની કારનો અકસ્માત
અભિનેતા વિજય દેવરાકોન્ડાની કારનો અકસ્માત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. નેશનલ હાઇવે 44 (NH-44) પર વિજય દેવરાકોન્ડાની કાર અકસ્માતમાં બચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં કારની ટક્કર થઈ હતી, જોકે અભિનેતાને કોઈ નુકસાન થયું નથી.
વિજય દેવરાકોન્ડાની કાર સાથે થયેલા અકસ્માતનું ચોક્કસ કારણ કે અન્ય વાહન વિશે હજી સુધી સત્તાવાર માહિતી કે જાહેરાત કરવામાં આવી નથી. અભિનેતા સુરક્ષિત હોવાનું સાંભળીને ચાહકો અને ફોલોવર્સ સોશિયલ મીડિયા પર રાહત વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વિજયની ક્ષતિગ્રસ્ત કાર દેખાઈ રહી છે.
અહેવાલ મુજબ, જ્યારે ટક્કર થઈ ત્યારે લાઇગર અભિનેતાના પરિવારના સભ્યો પણ કારમાં હાજર હતા. તેઓ બાદમાં બીજા વાહનમાં ઘરે પહોંચ્યા. પુટ્ટપર્થીથી પરત ફરી રહ્યા હતા ત્યારે જોગુલામ્બા ગડવાલ જિલ્લાના ઉંડાવલ્લી નજીક આ અકસ્માત થયો હતો. અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે વિજયની સગાઈની ચર્ચાના બે દિવસ પછી આ ઘટના બની છે.
અહીં જુઓ અકસ્માત બાદનો વીડિયો
રશ્મિકા અને વિજયની સગાઈ?
સાઉથના સુપરસ્ટાર વિજય દેવરાકોન્ડાએ ખુશખબર આપી હતી. તેણે પોતાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હોવાના અહેવાલ છે. બન્નેએ 3 ઑક્ટોબરે મિત્રો અને પરિવારની હાજરીમાં સગાઈ કરી લીધી હતી. અભિનેતા વિજય દેવરાકોન્ડા અને રશ્મિકા મંદાનાએ ચાહકો સાથે સારા સમાચાર શૅર કર્યા છે. વર્ષોના ડેટિંગ પછી, તેઓએ ગુપ્ત રીતે સગાઈ કરી છે. વિજય અને રશ્મિકાએ મિત્રો અને પરિવારની હાજરીમાં વીંટીઓ બદલી હતી. ચાહકો ખૂબ ખુશ છે અને તેમને અભિનંદન આપી રહ્યા છે.
અહેવાલ છે કે આ કપલે 3 ઑક્ટોબરે વિજય દેવરાકોન્ડાના ઘરે સગાઈ કરી હતી. ફક્ત મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર હતા. આ ખૂબ જ ગાઢ સમારોહ હતો. આ દંપતી ફેબ્રુઆરી 2026 માં લગ્ન કરશે એવી ચર્ચા છે. તેઓ ડેસ્ટિનેશન વેડિંગ કરશે. નોંધનીય છે કે તેઓ ફક્ત ગીતા ગોવિંદમમાં જ નહીં પરંતુ ડિયર કોમરેડમાં પણ સાથે દેખાયા હતા. રશ્મિકા અને વિજયે ગીતા ગોવિંદમ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તેઓ ઘણા વર્ષોથી ડેટિંગ કરી રહ્યા હતા. જોકે બન્નેમાંથી કોઈએ એકબીજાના નામનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ તેઓએ ઇન્ટરવ્યુમાં ચોક્કસપણે સંકેત આપ્યો હતો કે તેઓ સંબંધમાં છે. તેઓ ઘણીવાર ડેટ્સ અને વેકેશન પર સાથે જોવા મળતા હતા. હવે, તેઓએ સગાઈ કરીને તેમના ચાહકો સાથે ખુશખબર શૅર કરી છે. રશ્મિકા મંદાના ટૂંક સમયમાં આયુષ્માન ખુરાના અભિનીત ફિલ્મ થમ્મામાં જોવા મળશે. રશ્મિકા આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.