હવે હું દિલથી જ કામ કરીશ

01 August, 2026 04:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કારકિર્દીનાં ૧૦ વર્ષ પૂર્ણ થતાં વિજય દેવરકોંડાએ શૅર કર્યો ઇમોશનલ મેસેજ, વિજયે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘૧૦ વર્ષ... આ વાંચીને જ અનોખી લાગણી થાય છે કે ૧૦ વર્ષ પહેલાં આપણે સૌ થિયેટરમાં મળ્યા હતા.

વિજય દેવરકોંડા

દક્ષિણ ભારતીય ફિલ્મોનો સ્ટાર વિજય દેવરકોંડા પોતાની કરીઅરના એક ખાસ મુકામની ઉજવણી કરી રહ્યો છે. વિજયની પહેલી ફિલ્મ ૨૦૧૬ની ૨૯ જુલાઈએ રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મને ૧૦ વર્ષ પૂર્ણ થતાં વિજયે પોતાની ફિલ્મી સફરને યાદ કરીને ઇમોશનલ નોંધ લખી હતી. વિજયે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘૧૦ વર્ષ... આ વાંચીને જ અનોખી લાગણી થાય છે કે ૧૦ વર્ષ પહેલાં આપણે સૌ થિયેટરમાં મળ્યા હતા. આપણે સાથે હસ્યા, પ્રેમ કર્યો અને એવો સંબંધ બંધાયો જે આજે પણ આપણને જોડીને રાખે છે. આ વિચાર જ મને ખૂબ ભાવુક બનાવી દે છે. એ દિવસ મારા માટે આજ સુધીના દરેક દિવસ કરતાં વધુ મહત્ત્વનો હતો. એણે એક યુવાન, નિર્ભય અને બળવાખોર છોકરાને વિશ્વાસ આપ્યો કે મોટાં સપનાં જોવાં અને એના પર વિશ્વાસ રાખવો મૂર્ખામી નથી. મારા પ્રિય તેલુગુ દર્શકો, હું તમને દિલથી પ્રેમ કરું છું. હવે હું જે પણ કરીશ, દિલથી કરીશ.’

vijay deverakonda bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news