વિદ્યુત જામવાલની ખુદા હાફિઝની બનશે સીક્વલ

04 September, 2020 07:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિદ્યુત જામવાલની ખુદા હાફિઝની બનશે સીક્વલ

વિદ્યુત જામવાલની ખુદા હાફિઝની બનશે સીક્વલ

વિદ્યુત જામવાલની ડિજિટલ રિલીઝ ફિલ્મ ‘ખુદા હાફિઝ’ની હવે સીક્વલ બનવા જઈ રહી છે. જોકે આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે, જેને ‘ખુદા હાફિઝ ચૅપ્ટર 2’ નામ આપવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિને માર્ચ સુધીમાં શરૂ કરવાનું પ્લાનિંગ છે. આ વિશે વિદ્યુતે કહ્યું હતું કે ‘મારા પાત્ર સમીરની પત્નીને ફરી ઘરે લાવવી એ પર્ફેક્ટ એન્ડિંગ નથી. તે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ છે એમાંથી બહાર નીકળી સોસાયટીમાં ઍડ્જસ્ટ થવું ખૂબ જ મુશ્કેલ છે. આ જ એક રિયલ લવ સ્ટોરીની નવી શરૂઆત છે. અમે બીજા ચૅપ્ટરમાં એ જ દેખાડવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.’

entertainment news bollywood upcoming movie