25 April, 2023 04:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘IB71’નું પોસ્ટર
વિદ્યુત જામવાલની ‘IB71’માં પચાસ વર્ષથી જે છુપાયેલું મિશન છે એના પરથી પડદો ઊંચકવામાં આવશે. બાર મેએ રિલીઝ થનારી આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧માં થયેલા યુદ્ધ પર પ્રકાશ પાડશે. ફિલ્મને સંકલ્પ રેડ્ડીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને વિદ્યુત જામવાલ, અબ્બાસ સૈયદ, આદિત્ય શાસ્ત્રી, આદિત્ય ચોકસી અને શિવ ચનાનાએ મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં વિદ્યુત જામવાલની સાથે અનુપમ ખેર અને વિશાલ જેઠવા પણ લીડ રોલમાં દેખાશે. એનું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે દેશની સલામતી માટે ખાસ પ્લાન ઘડવામાં આવી રહ્યા છે. ફિલ્મ વિશે વિદ્યુત જામવાલે કહ્યું કે ‘મારી ‘IB71’ની સ્ટોરી એ મિશનની છે જેના દ્વારા ૧૯૭૧માં ઇન્ડો-પાક વૉરમાં આપણને લાભ થયો હતો. ઇન્ટેલિજન્સ બ્યુરોના ઑફિસર્સ, જે ખરા અર્થમાં દેશના હીરો છે તેમની સ્ટોરી દેખાડવા માટે ઉત્સુક છું.’