વિદ્યા બાલનની 'શકુંતલા દેવી:અ હ્યુમન કમ્પ્યુટર' રિલીઝ થશે ૩૧ જુલાઈએ

04 July, 2020 02:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિદ્યા બાલનની 'શકુંતલા દેવી:અ હ્યુમન કમ્પ્યુટર' રિલીઝ થશે ૩૧ જુલાઈએ

વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી: અ હ્યુમન કમ્પ્યુટર’ ૩૧ જુલાઈએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. આ ફિલ્મને અનુ મેનને ડિરેક્ટ અને સોની પિક્ચર્સ નેટવર્ક પ્રોડક્શન્સ અને વિક્રમ મલ્હોત્રાએ પ્રોડ્યુસ કરી છે. શકુંતલા દેવી ઇન્ડિયન મૅથેમૅટિક્સ જીનિયસ હતાં. ઘડીના છઠ્ઠા ભાગમાં ગણિતના અઘરા દાખલા ઉકેલવામાં તેમની અનેરી હથોટી હતી. તેમને સમર્પિત આ ફિલ્મમાં વિદ્યા બાલનની સાથે સાન્યા મલ્હોત્રા, જિશુ સેનગુપ્તા અને અમિત સાધ પણ જોવા મળશે. આ ફિલ્મને સંબંધિત એક વિડિયો વિદ્યાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. એ વિડિયોમાં તે ખૂબ જ ઝડપથી ગણિતના અઘરા પ્રૉબ્લેમ્સ સૉલ્વ કરી રહી છે. વિડિયોના અંતમાં તે ૩૧ જુલાઈ, ૨૦૨૦ એમ બોલતી દેખાય છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યાએ કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મ ‘શકુંતલા દેવી: અ હ્યુમન કમ્પ્યુટર’નું પ્રીમિયર 2020ની 31 જુલાઈએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. અદ્ભુત દિમાગ ધરાવતી સ્ટોરીનો અનુભવ તમને મળશે.

entertainment news bollywood bollywood news upcoming movie amazon prime vidya balan