પોતાના દરેક કૅરૅક્ટરમાંથી કંઈક ને કંઈક શીખી છે વિદ્યા બાલન

31 July, 2021 04:34 PM IST  |  Mumbai | Agency

તમે એ વ્યક્તિનું જીવન દોઢ મહિનો કે પછી બે મહિના માટે જીવો છો અને તમે ખૂબ પહેલેથી જ તૈયારી કરતા હો છો. એથી હું હંમેશાં કોઈ એક કૅરૅક્ટર સાથે ચાર મહિનાઓ સુધી રહું છું.

વિદ્યા બાલન

વિદ્યા બાલનનું કહેવું છે કે તેણે અત્યાર સુધી જે પણ પાત્રો ભજવ્યાં છે એમાંથી તે કંઈક ને કંઈક શીખી છે. વિદ્યા બાલને ૨૦૦૫માં આવેલી ‘પરિણીતા’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે ‘ભૂલભુલૈયા’, ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘ધ ડર્ટી પિક્ચર’, ‘પા’, ‘કહાની’, ‘તુમ્હારી સુલુ’, ‘મિશન મંગલ’ અને ‘શકુંતલા દેવી- હ્યુમન કમ્પ્યુટર’માં અલગ-અલગ પાત્રો ભજવીને લોકોનાં દિલોમાં સ્થાન બનાવ્યું છે. તેને પૂછવામાં આવ્યું હતું કે ફિલ્મોનાં પાત્રો દ્વારા તેને કંઈ મળે છે કે પછી એમાંથી કંઈ શીખવા મળે છે? તો એનો જવાબ આપતાં વિદ્યાએ કહ્યું હતું કે ‘હા ચોક્કસ. તમે જ્યારે અન્ય વ્યક્તિની સાથે વાતચીત કરો છો તો હંમેશાં તમે કંઈક લઈ જાઓ છો. આ પણ એવું જ છે. તમે એ વ્યક્તિનું જીવન દોઢ મહિનો કે પછી બે મહિના માટે જીવો છો અને તમે ખૂબ પહેલેથી જ તૈયારી કરતા હો છો. એથી હું હંમેશાં કોઈ એક કૅરૅક્ટર સાથે ચાર મહિનાઓ સુધી રહું છું. એથી એ પાત્ર તમારા પર કોઈ અસર ન કરે એ તો શક્ય જ નથી. ક્યારેક તમે એ સ્પષ્ટ કરી શકો છો કે કોઈ પાત્ર તમને કેટલું બદલે છે અને તમારા જીવનને કેટલું સ્પર્શી ગયું છે. તો ક્યારેક ચોક્કસ તમે નથી જણાવી શકતા, કારણ કે મારા માટે એ સતત બદલાયા કરે છે.’

vidya balan bollywood news bollywood bollywood gossips