22 February, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલે ગઈ કાલે બાબુલનાથ મંદિરમાં મહાદેવનાં દર્શન કર્યા.
વિકી કૌશલે ગઈ કાલે બાબુલનાથ મંદિરમાં મહાદેવનાં દર્શન કરીને તેની લેટેસ્ટ ફિલ્મ ‘છાવા’ને મળી રહેલી જબરદસ્ત સફળતા બદલ આભાર માનીને પ્રાર્થના કરી હતી. આ મુલાકાત પછી મંદિરમાંથી જતી વખતે વિકીએ ફોટોગ્રાફર્સનું અભિવાદન કરીને ‘હર હર મહાદેવ’નો જયઘોષ કર્યો હતો. ‘છાવા’ની સફળતા પછી વિકીની ગણતરી બૅન્કેબલ સ્ટાર તરીકે થવા માંડી છે અને આને કારણે જ આ સફળતા તેને માટે મહત્ત્વની છે