URI જોયા પછી નેવીમાં જોડાયો એક વ્યક્તિ, વિકી કૌશલે શેર કરી આ નોટ

14 July, 2019 03:54 PM IST  |  મુંબઈ ડેસ્ક

URI જોયા પછી નેવીમાં જોડાયો એક વ્યક્તિ, વિકી કૌશલે શેર કરી આ નોટ

ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક

કહેવામાં આવે છે કે સિનેમા સમાજનો અરીસો હોય છે અને સિનેમાનો સમાજ પર પ્રભાવ પડે છે. તાજેતરમાં જ આ વાત સત્ય પુરવાર થઈ છે. એક વ્યક્તિએ સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી ફિલ્મ 'ઉરી-ધ સર્જીકલ સ્ટ્રાઇક' જોઈને સેનામાં જવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મમાં સ્ટાર વિકી કૌશલે એ વાતની માહિતી આપી છે અને તેણે પોતાના ચાહકે મોકલેલા આ પત્રને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. અભિનેતા તરફથી શેર કરેલા પત્રમાં ચાહકે જણાવ્યું કે ફિલ્મ ઉરી જોઈને પ્રભાવિત થયો અને આર્મીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

વિકી કૌશલે આ પત્ર શેર કરતાં લખ્યું કે, "આ જ અમારા બધાં પ્રયત્નોને સફળ બનાવે છે. મિત્રને શુભેચ્છાઓ. જય હિન્દ." વિકી કૌશલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ બાબતની માહિતી આપી છે. તેની સાથે જ ચાહકે મોકલેલા પત્રમાં લખ્યું છે કે, "હું ભારતીય નૌસેના અકાદમીમાં સામેલ થવા જઈ રહ્યો છું. આ મહિનાની 15 તારીખથી 4 વર્ષ માટે શરૂ થશે અને તેના પછી એક અધિકારી તરીકે મને ભારતીય નૌસેનામાં તહેનાત કરવામાં આવશે."

સાથે જ તેણે કહ્યું કે "તમારી ફિલ્મે મને સેનામાં સામેલ થવા માટે પ્રેરણા આપી છે અને હું તે જ અનુભવું છું કે મારા જેવા અન્ય લોકો પણ આ રીતે જ પ્રેરિત થયા હશે. આવી ફિલ્મો બનાવવા માટે તમારો આભાર, જે હંમેશાં તમારા મગજમાં રહેશે. મારો આ પ્રવાસ શરુ કરવા અને આ સમાચાર તમારા સુધી પહોંચાડવા માગું છું કારણકે ઉરી જોવાને કારણે મને પ્રેરણા મળી છે."

આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

જો કે હવે વિકી કૌશલના ઇન્સ્ટાગ્રામ પરથી આ સ્ટોરી હટી ગઈ છે, જે તેણે શેર કરી હતી. પણ સોશિયલ મીડિયા પર તેના સ્ક્રીન શોટ શેર થઈ રહ્યા છે. જણાવીએ કે વિકી કૌશલની ફિલ્મના ન તો ફક્ત વખાણ કરવામાં આવ્યા હતા પણ તેની સાથે ફિલ્મ ઉરીએ બૉક્સ ઑફિસ પર પણ કમાલ દર્શાવ્યો હતો અને તે 200 કરોડના ક્લબમાં સામેલ થઈ હતી.

vicky kaushal bollywood bollywood news bollywood events bollywood gossips