27 May, 2023 05:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
સલમાન ખાનના બૉડીગાર્ડ્સે વિકી કૌશલને ધક્કો મારતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એને જોઈને વિકીના ફૅન્સ નારાજ થયા છે. સૌ નિંદા કરી રહ્યા છે. અબુ ધાબીમાં શરૂ થનાર IIFAને હોસ્ટ કરવા માટે વિકી પહોંચ્યો છે. કેટલાક ફૅન્સ વિકી સાથે સેલ્ફી લઈ રહ્યા હતા. એ વખતે સલમાન તેના બૉડીગાર્ડ્સ સાથે પહોંચે છે. તેમને આવતા જોઈને કેટલાક લોકો વિકીને હલકો ધક્કો મારે છે. જ્યારે સલમાન નજીક પહોંચે છે તો વિકી તેની સાથે વાતચીત કરે છે. એ વખતે સલમાનના બૉડીગાર્ડ્સ તેને પાછળ હટાવે છે. એ વિડિયો જોઈને લોકો વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું કે ‘લોકો વિકીને સાઇડમાં ધકેલી રહ્યા છે. ખરેખર ખરાબ કહેવાય. ભાઈ તો ભાઈ છે, થોડો તો તેને રિસ્પેક્ટ આપો.’
અન્યએ લખ્યું કે આ ખરેખર અપમાનજનક, ખરાબ અને નિંદનીય છે.
બીજાએ લખ્યું કે સલમાન આવતો હોવાથી કોઈએ વિકીને ધક્કો માર્યો.
અન્યએ લખ્યું કે ‘આ વિડિયો જોઈને મને વિકી માટે ખૂબ ખરાબ લાગ્યું છે. સલમાનના બૉડીગાર્ડ્સ તેને એવી રીતે હટાવી રહ્યા છે જાણે કે બૉલીવુડમાં તેનું કોઈ અસ્તિત્વ જ ન હોય.’
બીજાએ પણ પોતાનો રોષ વ્યક્ત કરતાં લખ્યું કે ‘૬ ફુટનો માણસ ન દેખાયો. આવી રીતે કોણ ધક્કો મારે છે?’
‘ટાઇગર 3’નું શૂટિંગ ખૂબ હેક્ટિક હતું : સલમાન ખાન
સલમાન ખાને જણાવ્યું છે કે ‘ટાઇગર 3’નું શૂટિંગ ખૂબ હેક્ટિક હતું અને હાલમાં જ એનું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. ‘ટાઇગર 3’માં સલમાનની સાથે કૅટરિના કૈફ પણ જોવા મળશે. હાલમાં સલમાન IIFA હોસ્ટ કરવા અબુ ધાબી પહોંચ્યો છે. શનિવારે અને રવિવારે આ ઇવેન્ટ આયોજિત થવાની છે. એ ઇવેન્ટમાં ફારાહ ખાન કુંદર, રાજકુમાર રાવ, અભિષેક બચ્ચન અને વિકી કૌશલ પણ હોસ્ટ કરશે. સલમાન, વરુણ ધવન, ક્રિતી સૅનન અને જૅકલિન ફર્નાન્ડિસ સહિત અનેક સેલિબ્રિટીઝ પર્ફોર્મ કરશે. ‘ટાઇગર 3’ વિશે જણાવતાં સલમાને કહ્યું કે ‘હું અબુ ધાબીમાં અનેક વખત આવી ગયો છું. મેં ‘રેસ 3’, ‘પાર્ટનર’ અને ‘ટાઇગર’નું શૂટિંગ અહીં કર્યું છે. મેં ‘ટાઇગર 3’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. એ ખૂબ જ હેક્ટિક હતુ, પરંતુ મજા આવી હતી.’