Vicky Kaushalએ ચીન બૉર્ડર પર સૈનિકો માટે બનાવી રોટલી, જુઓ

02 August, 2019 02:05 PM IST  |  ચીન

Vicky Kaushalએ ચીન બૉર્ડર પર સૈનિકો માટે બનાવી રોટલી, જુઓ

વિકી કૌશલ

બૉલીવુડ અભિનેતા વિકી કૌશલે ફિલ્મ ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં આર્મી ઑફિસરનો રોલ ભજવીને ઘણા ફૅમસ થયા હતા. હવે વિકી કૌશલ ફીલ્ડ માર્શલ સેમ માનેકશૉની બાયોપિકમાં નજર આવવાના છે. એમનો આર્મી પ્રત્યે લવ ફક્ત પડદા પર જ નહીં પરંતુ અસલ જીવનમાં પણ છે. હાલ અભિનેતા વિકી કૌશલ 14000 ફૂટની ઊંચાઈ પર ભારત-ચીન બૉર્ડર પર ભારતીય સેનાના જવાનો સાથે સમય પસાર કરી રહ્યા છે. તે સમયે તેમણે જવાનો માટે રોટલી પણ બનાવી.

વિકી કૌશલે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે, જેમાં તે આર્મી જવાનો સાથે રોટલી બનાવતા દેખાઈ રહ્યા છે. હવે એમની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. એમણે રોટલી બનાવતો એક ફોટો શૅર કર્યો અને જણાવ્યું કે એમણે જીવનમાં પહેલીવાર રોટલી બનાવી છે અને આ રોટલી સૈનિકો માટે બનાવી છે. એમણે ફોટો કેપ્શનમાં લખ્યું છે- મેં પહેલી વાર રોટલી બનાવી અને ગર્વ છે કે આ રોટલી સૈનિકો માટે છે.

આની પહેલા એમણે આર્મીના જવાનો સાથે તસવીર શૅર કરી હતી. એમા ફોટો શૅર કરતા લખ્યું- હું ખુશ છું અરૂણાચલ પ્રદેશના તવાંગની ભારત-ચીન સીમા પર 14,000 ફૂટ ઊંચાઈ પર તૈનાત અમારી ભારતીય સેનાની સાથે કેટલાક દિવસ પસાર કરવાની તક મળી.

આ પણ જુઓ : Alisha Prajapati: આ ગુજ્જુ ગર્લ થિયેટર આર્ટિસ્ટમાંથી બની ફિલ્મ સ્ટાર

જણાવી દઈએ કે 'ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈક' વિકી કૌશલના કરિયરની મહત્વની ફિલ્મોમાંથી એક છે, જે બૉક્સ ઑફિસ પર ઘણી ધૂમ મચાવી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી આ ફિલ્મ 26 જૂલાઈને મહારાષ્ટ્રમાં એકવાર ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી. જણાવી દઈએ કે ફિલ્મ 18 સપ્ટેમ્બર 2016ના કાશ્મીરના ઉરીમાં સેના પર થયેલા હુમલાની અસલ વાર્તા પર આધારિત છે. આ હુમલામાં આપણા 18 જવાન શહીદ થયા હતા.

vicky kaushal bollywood news indian army