મેં સ્લીપ પૅરેલિસિસનો અનુભવ કર્યો છે: વિકી કૌશલ

25 April, 2020 07:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેં સ્લીપ પૅરેલિસિસનો અનુભવ કર્યો છે: વિકી કૌશલ

વિકી કૌશલ

વિકી કૌશલે જણાવ્યું છે કે તેણે સ્લીપ પૅરેલિસિસનો અનુભવ કર્યો છે. સ્લીપ પૅરેલિસિસ એક એવી વસ્તુ છે જ્યારે વ્યક્તિ નીંદરમાંથી જાગી તો જાય છે પરંતુ તે હલનચલન કે વાતચીત નથી કરી શકતો. આ વાત તેણે ઇન્સ્ટાગ્રામ પર ફૅન્સ માટે આયોજિત એક સેશનમાં કહી હતી. આ સેશનમાં વિકીએ ફૅન્સના અનેક સવાલોના જવાબ આપ્યા હતા. એ દરમ્યાન એક ફૅને વિકીને સવાલ કર્યો હતો કે શું તેણે કદી પણ ઘોસ્ટને રિયલ લાઇફમાં જોયો છે. એનો જવાબ આપતાં વિકીએ કહ્યું હતું કે ‘મેં ઘણી વખત સ્લીપ પૅરેલિસિસનો અનુભવ કર્યો છે. એ ખૂબ ભયાનક હોય છે. એ વિશે જાણજો.’

entertainment news bollywood bollywood news bollywood gossips vicky kaushal